કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા માંડ-માંડ બચ્યા, એક સાથે 3 ગાડીઓ અથડાઇ, કાર ભૂક્કો

0
72


મંત્રી કુંવરજી બાવળિયાના કાફલાનો અકસ્માત થયો છે. એક સાથે 3 ગાડીઓ ટકરાતા એક વ્યક્તિને ઈજા પહોંચી છે. રાજકોટના માહિતી ખાતાના અધિકારીને ઈજા પહોંચી છે.

વીંછીયા તાલુકાના દેવધરી ગામે સુવિધા પંથ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા જતા હતા તે દરમિયાન તેમના કાફલાને અકસ્માત નડ્યો છે. મંત્રી બાવળિયા સહી સલામત હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે તથા તેમની ગાડીને કોઈ ઇજા પહોંચી નથી.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વીંછીયા તાલુકા વિકાસ અધિકારીની ગાડીના ડ્રાઈવરની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી રહી છે. એક સાથે ત્રણ ગાડીનો અકસ્માત સર્જાયો હતો. મામલતદાર, ટી.ડી.ઓ અને માહિતી ખાતા સહિતના ત્રણ અધિકારીની ગાડીનો અકસ્માત સર્જાયો હતો.

રાજકોટ માહિતી ખાતાના અધિકારીને માથાના ભાગે ઇજા પહોંચતા નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તાલુકા વિકાસ અધિકારીની ગાડીના દ્રાઈવરે અગાવ ગાડીનો અકસ્માત કરેલો છે અને ગાડી ટોટલ લોસ થઈ ગઈ હતી.

તાલુકા વિકાસ અધિકારીની ગાડીના ભયંકર અકસ્માત સર્જાયેલા ડ્રાઇવરને વારંમવાર ગાડી ચલાવવા રાખવામાં આવે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, રાજકીય લોકોના લાગવગથી ડ્રાઈવર ગાડી ચલાવવા માટે રાખવામાં આવેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here