- કેમિકલ કંપનીઓ કઇ રીતે કેમિકલનો ખોટો ઉપયોગ કરે છે તે IPS ગૌતમ જાણતા હોવાથી ઝીણવટભરી રીતે તપાસ થશે
- IPS ગૌતમ પરમાર ભાનુશાળી કેસની તપાસમાં પણ જોડાયેલા હતા
પાંચ દિવસ પહેલા પીરાણા-પીપળજ રોડ પર આવેલી સાહિલ એન્ટરપ્રાઈઝ નામની ગેરકાયદે કેમિકલ ફેક્ટરીમાં બપોરે બ્લાસ્ટ બાદ આગની ઘટના બની હતી. જેમાં 12 લોકોના મોત નીપજ્યા હતા. આ કેમિકલ ફેક્ટરી તો ગેરકાયદે હતી પણ તેમાં વાપરવામાં આવતું કેમિકલ પણ ગેરકાયદે લવાતું હોવાનું બહાર આવ્યું છે. જે અંગેની સૌથી પહેલી જાણ અમદાવાદ શહેરના સેક્ટર-2ના સંયુક્ત પોલીસ કમિશનર ગૌતમ પરમારને થઇ હતી. એનું કારણ એ છેકે તેઓ MSC કેમેસ્ટ્રીનો અભ્યાસ કર્યો છે અને IPS બન્યા એ પહેલા તેઓ કેમિકલ ફેક્ટરીમાં કામ પણ કરી ચૂક્યા છે. અને હવે આ સમગ્ર મામલે તપાસમાં ક્યાંય પણ કોઇ કચાસ ન રહે તે માટે તેમણે ધ્યાન આપ્યું છે. તેથી કહી શકાય કે ગેરકાયકે કેમિકલ ફેક્ટરી સાથે કેમિકલ વેચનારા પણ પોલીસ તપાસમાં બચી શકશે નહીં.
ભૂતકાળના અનુભવનો ફાયદો પીરાણા હત્યાકાંડની તપાસમાં થશે
મોટાભાગે એવું બનતું હોય છે ભૂતકાળનો અનુભવ વર્તમાનમાં કોઇ કામ કરતા હોઇએ તો તેમાં ખૂબ જ મદદરૂપ થતો હોય છે. પીરાણા હત્યાકાંડની તપાસમાં પણ IPS ગૌતમ પરમારને તેમનો ભૂતકાળનો અનુભવ કામમાં લાગશે. પીરાણામાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં કેમિકલ રિએક્શનના કારણે એક પછી એક એમ 5 બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટમાં RCCના સ્ટ્રક્ચર સાથે કામ કરતા લોકોના શરીરના લોચા પણ ઉડ્યા હતા. સમગ્ર બનાવમાં 2 નિર્દોષ જીંદગી મોતના મુખમાં ધકેલાઈ હતી. જેમના જીવ ગયા તેમના માટે શહેરભરમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી અને આરોપીઓને કડકમાં કડક સજા થાયે તેવી માગ ઉઠી હતી. સરકાર પણ એ દિશામાં સૂચના આપી રહી હતી.
IPS પણ આરોપીઓ પણ કડક સજા માટે કાયદા ચકાસી રહ્યાં છે
બીજી તરફ સેક્ટર-2માં સયુંક્ત પોલીસ કમિશનર IPS ગૌતમ પરમાર પોતે આ કેસમાં આરોપીઓને કડકમાં કડક સજા કેવી રીતે થઇ શકે તે માટે કાયદાઓ ચકાસી રહ્યાં છે. તેમણે લેબર લો, ફેક્ટરી લો સહિતના કાયદા તપાસી લીધા છે. તેની સાથે તેઓ પોતે કેમિકલ ફેક્ટરીના કેટલાક લોકોના ગોરખ ધંધા વિશે જાણતા હતા અને પોતાના અભ્યાસ દરમિયાન કેમિકલ વિશે મેળવેલા જ્ઞાનનો ઉપયોગ કરીને અંદાજ લગાવી લીધો છેકે ફેક્ટરીમાં કયા કેમિકલનો ઉપયોગ થયો હશે.
કેમિકલ ફેક્ટરીમાં કરી ચૂક્યા છે કામ
તેઓ જ્યારે IPS અધિકારી ન હતા ત્યારે તેમણે કેમેસ્ટ્રીનો અભ્યાસ કર્યો હતો અને વિવિધ કેમિકલ ફેક્ટરીમાં કામ કરી ચૂક્યા હતા. તેમને એ વાતનો પણ અંદાજ છેકે, ઇન્ડ્સ્ટ્રીઝમાં ખોટી અને કેવી રીતે લોકો કેમિકલ મેળવી રહ્યાં છે. જેથી હવે લોકોના જીવ લેનાર કેમિકલ વેચનારે પણ જો ખોટી રીતે વેપાર કર્યો હશે તો તેઓ પણ હવે પોલીસ તપાસમાં બચી શકશે નહીં. ગૌતમ પરમાર અગાઉ મહત્વની તપાસમાં જોડાયેલા હતા, જેમાં જયંતી ભાનુશાળી કેસ મહત્વનો છે. જેમાં હજી પણ આરોપીઓ છૂટી શક્યા નથી. તેમજ ગુજરાતના ચકચારી રેપ અને હત્યા કેસની પણ તપાસે તેમણે કરી હતી. હવે આ કેસની તપાસ તેઓના સુપરવિઝનમાં થઇ રહી છે.