કેરળ: કોચ્ચિમાં ગ્લાઈડર દુર્ઘટનાગ્રસ્ત થવાથી બે નૌસેના અધિકારીઓના મોત

0
29

તિરૂવનંતપુરમ, તા. 04 ઓક્ટોબર 2020 રવિવાર

કેરળના કોચ્ચિ જિલ્લામાં રવિવારે સવારે થોપ્પુમ્પદી પુલની નજીક ગ્લાઈડર દુર્ઘટનાગ્રસ્ત થવાથી બે નૌસેના અધિકારીઓના મોત થઈ ગયા.

નૌસેના દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે નિયમિત પ્રશિક્ષણ માટે આઈએનએસ ગરૂડથી રવાના થયા અને સવારે લગભગ 7 વાગ્યે ગ્લાઈડર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ. 

ગ્લાઈડરથી ઉડાન ભરનાર બંને અધિકારીઓની ઓળખ ઉત્તરાખંડના લેફ્ટિનેંટ રાજીવ ઝા (39) અને બિહારના પેટી અધિકારી (ઈલેકટ્રિકલ એર) સુનીલ કુમાર તરીકે કરવામાં આવી છે. તેમને ડૉક્ટર દ્વારા આઈએનએચએસ સંજીવનીમાં મૃત જાહેર કરવામાં આવ્યા છે. દક્ષિણી નૌસેના કમાને આ ઘટના પર તપાસના આદેશ આપ્યા છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here