કેલિફોર્નિયા: દાવાનળમાં 40 લાખ એકરનું જંગલ સ્વાહા, 31ના મોત તો 80 હજારથી વધુ લોકોનું કરાયું સ્થળાંતરકેલિફોર્નિયા: દાવાનળમાં 40 લાખ એકરનું જંગલ સ્વાહા, 31ના મોત તો 80 હજારથી વધુ લોકોનું કરાયું સ્થળાંતર

0
80

Californiaમાં આ વર્ષે 40 લાખ એકરના જંગલો દાવાનળમાં રાખ થઈ ગયા. આ આગમાં 31 લોકો માર્યા ગયા છે અને સેંકડો ઘરો નાશ પામ્યા છે. આ આગ આ સીઝનની સૌથી ભયાનક આગ હતી.

California હવામાન વિભાગે શનિવારે આપી હતી ચેતવણી

આગની જ્વાળાઓએ કનેક્ટિકટના એક મોટા વિસ્તારને રાખના ઢગલામાં પરિવર્તિત કરી દીધો છે. સાન ફ્રાન્સિસ્કોની ઉત્તરે વાઈન કન્ટ્રીમાં વિસ્ફોટથી ફાયર ક્રૂ હાઈ એલર્ટ પર હતા, કારણ કે હવામાન વિભાગે શનિવારે જ આગ લાગવા અંગે ચેતવણી આપી દીધી હતી. શુક્રવારે જોરદાર પવન ફુંકાયો નહોતો.

California Wildfires

ગ્લાસ ફાયરથી 28,000થી વધુ મકાનોને નુકશાન

આથી ફાયર વિભાગના કર્મચારીઓને આગ પર નિયંત્રણ મેળવવાની તક મળી, પરંતુ 30 માઈલ પ્રતિ ક્લાકની ઝડપથી ફુંકાતા પવનને કારણે આગ નપા અને સોનોમા કાઉન્ટીની ટેકરીઓ સુધી પહોંચશે તેવી આગાહી કરાઈ હતી. આ સપ્તાહમાં અગાઉ ફાટી નીકળેલી ગ્લાસ ફાયરથી 28,000થી વધુ મકાનો અને અન્ય ઈમારતોને નુકસાન થવાનું જોખમ છે.

આગ હજુ ફેલાય તેવી આશંકા

Californiaના ફાયર બટાલિયનના ચીફ માર્ક બુ્રટને જણાવ્યું હતું કે, ‘અત્યાર સુધીમાં અમને અપેક્ષા હતી તેવો તીવ્ર પવન ફુંકાયો નથી, પરંતુ પવનનો ઝપાટો આવી શકે છે અને અહીં વ્યાપક પ્રમાણમાં અંગારાઓ છે, જેને હવા મળતાં જ તે નજીકના સૂકા વિસ્તારોમાં આગ ફેલાવી શકે છે. અમારા માટે તે ચિંતાની બાબત છે.’

અત્યારસુધીમાં 40 લાખ એકર જંગલો થયા રાખ

California ફાયર ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ચીફ જોનાથન કોક્સે જણાવ્યું હતું કે જંગલની આગે 15મી ઓગસ્ટથી અત્યાર સુધીમાં Californiaમાં 40 લાખ એકર જંગલોને રાખ કરી નાંખ્યા છે. અમારા માટે હાલ ગ્લાસ ફાયર પર નિયંત્રણ સૌથી વધુ અગ્રતાની બાબત છે.

600થી વધુ ઇમારતો નાશ

રવિવારથી લાગેલી આગમાં 220 મકાનો અને તેટલી જ સંખ્યામાં વ્યાવસાયિક સ્ટ્રક્ચર સહિત 600 ઈમારતોનો નાશ થઈ ગયો છે. 80,000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. આગની પશ્ચિમ તરફે ઊંચાઈ પર પવન ફુંકાયો હતો. ફાયર વિભાગના કર્મચારીઓને આગને નવા વિસ્તારોમાં ફેલાતી અટકાવવામાં લાંબો સમય લાગશે તેવી અપેક્ષા છે.

આગ અને ધુમાડાના કારણે તાપમાન ખૂબ જ ઉંચું

સાન ફ્રાન્સિસ્કોની ઉત્તરે 110 કિ.મી. દૂર નપા કાઉન્ટીની ટેકરીઓમાં હોટ સ્પ્રિંગ્સ, મડ બાથ અને વાઈનરીસ માટે પ્રખ્યાત 5,000ની વસતીવાળા કેલિસ્ટોગા શહેરમાં આગ પર નિયંત્રણ મેળવવા માટે વધુ ક્રૂ અને સાધનોની જરૂર પડશે તેમ ફાયર વિભાગનું કહેવું છે. આ વિસ્તારમાં આગ અને ધુમાડાના કારણે તાપમાન ખૂબ જ ઉંચું ગયું છે. આથી સાન ફ્રાન્સિસ્કો બે વિસ્તારમાં હવાની ગુણવત્તા ઘટી છે.  અનેક અભ્યાસો અમેરિકામાં અનેક મોટા દાવાનળને કોલસા, ઓઈલ અને ગેસના સળગવાથી થતાં ક્લાઈમેટ ચેન્જ સાથે સાંકળે છે.

ક્લાઈમેટ ચેન્જે કેલિફોર્નિયાના હવામાનને વધુ સુષ્ક કરી નાંખ્યું

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ક્લાઈમેટ ચેન્જે કેલિફોર્નિયાના હવામાનને વધુ સુષ્ક કરી નાંખ્યું છે. પરિણામે જંગલોમાં વૃક્ષો અને અન્ય છોડ વધુ જ્વલનશીલ બન્યા છે. ગ્લાસ ફાયર ત્રણ વર્ષમાં આ વિસ્તારની સૌથી મોટી આગ છે. સમગ્ર રાજ્યમાં 17,000થી વધુ ફાયર ફાઈટર્સ બે ડઝનથી વધુ આગ પર નિયંત્રણ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here