કોંગ્રેસે પેટાચૂંટણીમાં પાટીદાર કાર્ડ ખેલ્યું, નવા ચહેરાઓને તક

0
92

– કોંગ્રેસે આઠ પૈકી પાંચ ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં

– જાતિગત સમીકરણને જોતાં કરજણમાં છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલાયા, એકાદ દિવસમાં જ વધુ ત્રણ નામો જાહેર કરાશે

અબડાસા, ધારી, મોરબીમાં પાટીદાર ઉમેદવાર ચૂંટણી મેદાને: કપરાડા, લીંબડી, ડાંગમાં હજુ ઉમેદવાર નક્કી નથી

અમદાવાદ, તા. 12 ઓક્ટોબર, 2020, સોમવાર

 આગામી 3જી નવેમ્બરે યોજાનારી પેટાચૂંટણી માટે કોંગ્રેસે આઠ પૈકી પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતાં. વિધાનસભાની જેમ પેટાચૂંટણીમાં  ય કોંગ્રેસે પાટીદાર ખેલ્યુ છે. કોંગ્રેસે આઠ બેઠકો પૈકી ત્રણ બેઠકો પર પાટીદાર ઉમેદવારોને ચૂંટણી મેદાને ઉતારાયા છે.

જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે ટિકીટની ફાળવણી કરી છે. મહત્વની વાત તો એછેકે,  પેટાચૂંટણીમાં સૃથાનિક જ નહીં, પણ નવા ચહેરાને તક અપાઇ છે.જોકે, હજુ કપરાડા , લિંબડી અને ડાંગ બેઠક પર કોને ટિકીટ આપવી તે અંગે દિલ્હીમાં મનોમંથન જારી છે. 

પેટાચૂંટણીમાં ઉમેદવારની પસંદગીને લઇને દિલ્હીમાં ગઇકાલથી સ્ક્રિનીંગ કમિટીની બેઠક ચાલી રહી છે જેમાં પાંચ ઉમેદવારના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. અબડાસામાં ડો શાંતિલાલ સાંઘાણી પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.

આ બેઠક પર ભાજપના પક્ષપલટુ ઉમેદવાર પ્રદુમનસિંહ જાડેજા અને કોંગ્રેસના ઉમેદવાર ડો.શાંતિલાલ સાંઘાણી વચ્ચે જંગ જામશે. અબડાસામાં ક્ષત્રિય અને પાટીદાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાનાર છે. 

 મોરબીમાં જયંતિલાલ જયરાજભાઇ પટેલને ચૂંટણી મેદાને ઉતારાયાં છે. ધારીમાં ય કોંગ્રેસે સુરેશ કોટડિયાને ટિકીટ આપી છે.આ બંને બેઠકો પર કોંગ્રેસે પાટીદાર ઉમેદવારને પસંદગી કરી છે જેના કારણે ાૃધારી-મોરબીમાં ભાજપ-કોંગ્રેસના પાટીદાર ઉમેદવારો ચૂંટણી મેદાને સામસામે આવ્યા છે.

કરજણ બેઠક પર ભાજપે પક્ષપલટુ ઉમેદવાર અક્ષય પટેલને ટિકીટ આપી છે જેના કારણે કોંગ્રેસના ધર્મેશ પટેલની ટિકીટ ફાઇનલ મનાઇ રહી હતી  પણ  છેલ્લી ઘડીએ સૃથાનિક-જાતિગત સમીકરણોને જોતા ઉમેદવારનુ નામ બદલાયુ હતું.

કોંગ્રેસે આ બેઠક પર કિરીટસિંહ જાડેજોન ટિકીટ આપી છે. આમ કરજણ બેઠક પર પાટીદાર અને ક્ષત્રિય ઉમેદવાર આમને સામને છે. ગઠડામાં ભાજપના પૂર્વ મંત્રી આત્મારામ પરમાર પેટાચૂંટણીના મેદાને છે ત્યારે કોંગ્રેસે પણ મોહનલાલ સોલંકીને ટિકીટ આપી છે.

આમ, કોંગ્રેસે સૃથાનિક ઉપરાંત નવા ચહેરાઓને તક આપી છે. એટલુઁ જ નહીં, પાટીદાર કાર્ડ ખેલી ભાજપ સામે ફરી પાટીદાર ઉમેદવારને  ચૂંટણી મેદાને ઉતાર્યા છે. જોકે, હજુ ડાંગ, લિબડીં અને કપરાડામા ઉમેદવાર નક્કી થઇ શક્યા નાૃથી.  કોંગ્રેસ એકાદ દિવસમાં જ વધુ ત્રણ બેઠકોના નામ જાહેર કરશે.

અબડાસા- ડો.શાંતિલાલ સાંઘાણી

મોરબી-જયંતિલાલ  પટેલ

ધારી-સુરેશ કોટડિયા

કરજણ-કિરીટસિંહ જાડેજા

ગઢડા-મોહનલાલ સોલંકી

લીંબડી બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ કોંગ્રેસ પત્તુ ખોલશે

લિંબડી બેઠક પર કોને ટિકીટ આપવી તે મુદ્દે ભાજપ અવઢવમાં મૂકાયુ છે સાથે સાથે કોંગ્રેસ પણ આ બેઠક પર ઉમેદવાર નક્કી કરી શક્યુ નથી. સૂત્રોનું કહેવુ છેકે, ભાજપ એકાદ દિવસમા ંજ લિબડીંના ઉમેદવારના નામની ઘોષણા કરી શકે છે. ભાજપના ઉમેદવારનુ નામ જાહેર થયા બાદ કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરશે. અત્યારે તો કોંગ્રેસ પણ આ બેઠક પર કોળી પટેલને ટિકીટ આપી શકે છે. અત્યારે તો ભાજપ ક્ષત્રિય આૃથવા કોળી પટેલને ટિકીટ આપે છે તેના પર કોંગ્રેસ મોવડીમંડળની નજર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here