કોંગ્રેસ / કૃષિ બિલ મુદ્દે સોનિયા ગાંધીનો હુંકારઃ સરકાર અધ્યાદેશ બાદ પણ..

0
27

સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા કૃષિ બિલને હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ કાયદો બનાવી દેવાયો છે. પરંતુ તેને લઈને ખેડૂત અને વિપક્ષી પાર્ટીઓ દ્વારા વિરોધ પ્રદર્શન જાહેર કરાયું છે. એક તરફ પ્રમુખ વિપક્ષી દળ કોંગ્રેસ તેને લઈને સડક પર છે તો અન્ય તરફ એનડીએના સહયોગી તેની વિરુદ્ધમાં અવાજ ઉઠાવી રહ્યા છે. આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ કોંગ્રેસ શાસિત રાજ્યોને કહ્યું કે કેન્દ્રના કૃષિ બિલને નકારાવના કાયદા પર વિચાર કરે.

  • કૃષિ બિલ મુદ્દે સોનિયા ગાંધીનો હુંકાર
  • સરકાર ભૂમિ અધિગ્રહણ કાયદો અધ્યાદેશથી લાવી હતી: સોનિયા 
  • સરકાર અધ્યાદેશ બાદ પણ કાયદો બદલી ન શકી: સોનિયા 

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલે ટ્વિટ કર્યું કે માનનીય કોંગ્રેસ અધ્યક્ષે કોંગ્રેસ શાસિત રાજ્યોના સંવિધાનને કલમ 254(2)ના આધારે પોતાના રાજ્યોમાં કાયદો પસાર કરવાની સંભાવનાઓની તપાસ કરવા કહ્યું છે. જે રાજ્ય વિધાનસભાને એક કેન્દ્રિય કાયદાને ઓવરરાઈડ કરવા માટે એક કાયદો પસાર કરવાની અનુમતિ આપે છે ત્યારબાદ તેને રાષ્ટ્રપતિની મંજૂરીની જરૂર રહે છે.

સોનિયા ગાંધીએ જે રાજ્યના કાયદાની વાત કરી છે તેના આધારે સમવર્તી વિષયથી સંબંધિત કેસમાં જો કોઈ રાજ્ય એક કાયદો પસાર કરે છે જે સંસદીય કાયદા તરીકે નિંદનીય છે. પરંતુ સાથે જ રાજ્ય કાયદા માટે રાષ્ટ્રપતિની સહમતિ પ્રાપ્ત કરે છે તો તે રાજ્યમાં લાગૂ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here