કોરોનાએ તો ભારે કરી, આ વર્ષે બાંગ્લાદેશીઓ કરતા પણ ઓછી થઈ જશે ભારતીયોની કમાણી!

0
32

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) પ્રમાણે વર્તમાન વર્ષ દરમિયાન ભારતની પ્રતિ વ્યક્તિ (Per Capita GDP)માં 10.3 ટકાનો ઘટાડો થશે. જો આ અનુમાન સાચુ સાબિત થયું તો પ્રતિ વ્યક્તિ જીડીપી મામલે ભારત બાંગ્લાદેશ કરતા પણ નીચું રહેશે.

મંગળવારે જાહેર થયેલા આઈએમએફના રિપોર્ટ વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક પ્રમાણે 31 માર્ચ, 2021ના રોજ પુરા થઈ રહેલા નાણાંકિય વર્ષ દરમિયાન ભારતની માથાદિઠ જીડીપી 10.3 ટકાના ઘટાડા સાથે 1877 ડૉલર રહી જશે. IMFના રિપોર્ટ પ્રમાણે પાડૉશી બાંગ્લાદેશની માથાદિઠ જીડીપી 2020માં 4 ટકા વધીને 1888 ડોલર પહોંચે તેવું અનુંમાન છે.

આ અગાઉ જૂન મહિનામાં IMFએ તેમાં 4.5 ટકના ઘટાડાનું અનુંમાન વ્યક્ત કર્યું હતું. પરંતુ એશિયાની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી ભારત આગામી નાણાંકિય વર્ષમાં 8.8 ટકાનો આર્થિક વિકાસ દર હાંસલ કરી લે તેવી આશા છે. આ સાથે જ ભારત ફરીથી દુનિયામાં સૌથી ઝડપે વિકસતી ઈકોનોમીનો ખિતાબ હાંસલ કરી લે તેવી શક્યતા છે. આ સમયગાળા દરમિયાન ચીનનો વિકાસદર 8.2 ટકા રહે તેવુ અનુંમાન છે.

વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 4.4 ટકાનો ઘટાડો

આઈએમએફના રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે, વર્તમાન નાણાંકિય વર્ષ દરમિયાન વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 4.4 ટકાનો ઘટાડો નોંધાઈ શકે છે. વર્ષ 2021માં તેમાં 5.2 ટકાનો મોટો ઘટાડો નોંધાઈ શકે છે. IMFના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2020 દરમિયાન દુનિયાની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં માત્ર ચીન જ એકમાત્ર એવો દેશ હશે જેના જીડીપીમાં 1.9 ટકાનો વધારો નોંધાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here