કોરોનાકાળમાં ચેતવણીરૂપ કિસ્સો, બર્થ ડે પાર્ટી કેન્ડલને ફૂંક મારવી 22 લોકોને ભારે પડી

0
71

દિવસે-દિવસે કોરોનાના કેસ વધતા જઇ રહ્યા છે. ત્યારે કોરોનાકાળમાં અમદાવાદમાં ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમા જન્મ દિવસની ઉજવણીમાં 22 લોકોનો કોરોના પોઝિટિવ આવ્યો છે. બર્થ ડે સેલિબ્રેશનમાં કેન્ડલને ફૂંડ મારવી જાણે 22 લોકોને ભારે પડી છે. સમગ્ર મામલે વાત કરતા અમદાવાદમાં જન્મદિવસની ઉજવણી કરવા ફ્રેન્ડ્સ ભેગા થયા હતા. જેમા બર્થ ડે બોય જ કોરોના સંક્રમિત હોવાથી અજાણ હતો.

બર્થડે પાર્ટીમાં મેજિક કેન્ડલને ફૂંક મારવાના વારંવાર પ્રયત્નોને કારણે પાર્ટીમાં હાજર 22 પરિવારજનો અને મિત્રોને કોરોના પોઝિટિવ આવ્યો છે. નારણપુરામાં એક પરિવારે સોમવારે બર્થડેની ઉજવણી માટે નજીકના પરિવારજનો અને મિત્રોને બોલાવ્યા હતા. જે યુવકનો બર્થડે હતો તેની માતાએ ઉજવણી અગાઉ કેક કાપવાની અને કેન્ડલને ફૂંક મારવાની ના પાડી હતી, પરંતુ પરિવારના કેટલાક સભ્યો યુવકની મસ્તી કરવા મેજિકલ કેન્ડલ લાવ્યા હતા.

મેજિકલ કેન્ડલને કારણે વારંવાર જોરથી ફૂંક મારવા છતાં કેન્ડલ ઓલવાતી ન હતી. કેક જે રૂમમાં કાપવામાં આવી હતી એ રૂમમાં બેઠેલા ઘણા લોકોએ માસ્ક પણ પહેર્યાં ન હતાં, જેને કારણે 5 દિવસમાં 22 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પાર્ટીમાં આવેલા, પરંતુ બીજા રૂમમાં બેઠેલા તમામ સભ્યોનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. જે યુવકનો બર્થ ડે હતો તે પોઝિટિવ હોવાથી અજાણ હતો અને તે પોઝિટિવ આવતાં તેણે સમય સૂચકતા વાપરીને પાર્ટીમાં આવેલા લોકોને ફોન કરીને ટેસ્ટ કરાવવા જાણ કરી હતી. યુવકની માતાએ કેક ખાધી ન હતી, તેથી તેઓ બચી ગયાં હતાં. તેમના સિવાયના સભ્યો પોઝિટિવ આવ્યા હતા.

વધુમાં મળતી માહિતી પ્રમાણે બર્થડે કેક કટિંગ પછી બહાર ગાર્ડનમાં સંગીત પાર્ટી હતી. તેમાં સોશિયલ ડિસ્ટન્સ રાખીને ખુરશી મૂકવામાં આવી હતી. બર્થ ડે પાર્ટીમાં કુલ 40થી 50 લોકો ભેગા થયા હતા, પરંતુ કેટલાક લોકોએ ડિનર લેવાનું ટાળીને માત્ર સંગીત સંધ્યામાં જ હાજરી આપી હતી. જે લોકોએ મોંએ માસ્ક પહેર્યાં હતાં અને જેમણે સમૂહમાં ખાવાનું ટાળ્યું હતું તે તમામ મિત્રોએ પણ ટેસ્ટ કરાવ્યા હતા. તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here