કોરોનાકાળમાં સ્થિતિ દારુણ બની, ટેમ્પાના હપ્તા ભરવા દંપતીએ અપનાવ્યો એવો રસ્તો કે…

0
73
  • HOME
  • GUJARAT 
  • કોરોનાકાળમાં સ્થિતિ દારુણ બની, ટેમ્પાના હપ્તા ભરવા દંપતીએ અપનાવ્યો એવો રસ્તો કે…

કોરોનાકાળમાં સ્થિતિ દારુણ બની, ટેમ્પાના હપ્તા ભરવા દંપતીએ અપનાવ્યો એવો રસ્તો કે…

October 5, 2020 | 3:31 pm IST

  • 404 Share

કોરોના મહામારીએ લોકોને કેવી સ્થિતિમાં લાવી દીધા છે એની પ્રતીતિ કરાવતો બનાવ મોરબી શહેરમાં પ્રકાશમાં આવ્યો છે. મોરબી શહેરમાં પાલિકા દ્વારા મુકવામાં આવતા ગટરના ઢાંકણા ચોરવાની ઘટના બાદ એક દંપતીને પોલીસે ઝડપી લીધું છે અને તેની પાસેથી ચોરેલા ગટરના 6 ઢાંકણા પણ કબજે કર્યા છે.

પોલીસ જાપ્તામાં એક દંપતી આવી ગયું છે. આ દંપતી મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પીન્ટુ મેથાણીયા અને તેની પત્ની ગીતા છે. આ બંનેને મોરબી એ ડીવીઝન પોલીસે મોરબી શહેરના માર્ગો પરથી ઢાંકણાં ચોરવાના ગુનામાં ઝડપી લીધા છે. મોરબીમાં રોડ પરથી મોડી રાત્રે ટેમ્પો સાથે આવેલ એક દંપતી દ્વારા ગટરના ઢાંકણા ચોરવામાં આવતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો અને બાદમાં સક્રિય બનેલ પોલીસે આ દંપતીને ટેમ્પો અને 6 જેટલા ચોરાઉ ઢાંકણા સાથે દબોચી લીધા છે. તો સાથે આ ચોરાઉ ઢાંકણા ખરીદનારનું નામ પણ જાહેર કરીને તેની પણ શોધખોળ હાથ ધરી છે.

મોરબી શહેરના શનાળા રોડ પરથી બે દિવસ પહેલા રાત્રીના સમયે ટેમ્પામાં આવેલ એક દંપતી દ્વારા રોડ પરના ગટરના ઢાંકણા ચોરી કરવામાં આવી રહ્યા હતા. અને આ સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. આ વીડિયો જિલ્લા પોલીસ વડા પાસે પહોંચતા એ ડીવીઝન પોલીસને તપાસ કરવા સુચના આપવામાં આવી હતી. અને પોલીસે સામાકાંઠા વિસ્તારમાં રહેતા મૂળ ધ્રાંગધ્રાના આ દંપતીને ઝડપી લીધું હતું. આરોપી પીન્ટુએ થોડા સમય પહેલા લોન પર એક ટેમ્પો લીધો હતો અને લોકડાઉન બાદ રોજગારીમાં તકલીફ થતા તેણે અને તેની પત્નીએ લોનના હપ્તા ભરવા માટે ગટરના ઢાંકણા ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ 6 ઢાંકણા ચોરી કર્યા ત્યાં પોલીસના સકંજામાં આવી ગયા. આ દંપતીને એક ઢાંકણાંના 2 હજાર રૂપિયા મળવાના હતા અને તે આપનાર વેપારી મુશા કુરેશીની ઉપર પણ સકંજો કસ્યો છે.

કોરોનાએ લોકોની સ્થિતિ અત્યંત ખરાબ કરી નાખી છે રોજગારીના અભાવે અનેક લોકોને ઘર કેમ ચાલવવું એ સમસ્યા સર્જાઈ છે. તેવા સમયે મોરબીના આ દંપતીએ પોતાના ટેમ્પોના હપ્તા ભરવા માટે ચોરીનો રસ્તો અપનાવ્યો. આ રસ્તો ખોટો જ હતો અને પોલીસે એની કાર્યવાહી જ કરી છે. આ બંને ઉપરાંત જે પણ સામેલ છે એ બધા ને યોગ્ય સજા પણ થશે જ, પરંતુ કોરોનાકાળમાં લોકોની સ્થિતિ કેટલી દારુણ છે એ આ ઘટના પરથી સમજી શકાય એમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here