કોરોનાથી મૃત્યુ પામેલા પિતાનો મૃતદેહ લઇ પુત્ર ભાગી જતાં પોલીસ દોડતી થઇ

0
57

– વી.એસ. સ્મશાન ગૃહમાં ચાંેકાવનારી ઘટના

સુશ્રુષા હોસ્પિટલની એમ્બ્યુલન્સ લાશ ઉતારીને જતી રહી ઃ પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં લઇ ગયા, રાજસ્થાનમાં અંતિમવિધી

વાડીલાલ હોેસ્પિટલના સ્મશાન ગૃહમાં ચોંકાવારી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં રાજસ્થાનના વૃધ્ધનું કોરાનાની સારવાર દરમિયાન નવરંગપુરાની સુશ્રુષા હોસ્પિટલમાં અવસાન થયું હતું. અંતિમક્રિયા કરવા માટે લાવવામાં આવેલા મૃતદેહને એમ્બ્યુલન્સનો ચાલક ઉતારીને જતો રહ્યો હતો. આ સમયે મૃતકનો પુત્ર પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં લઇને ભાગી જતાં પોલીસ દોડતી થઇ હતી. પોલીસે તપાસ કરતાં રાજસ્થાનમાં લઇ જઇને મોડી રાતે જ અંતિમવિધી કરી દેવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

  આ બનાવની વિગત એવી છે કે નવરંગપુરામાં સરદાર પટેલ સેવા સમાજ હોલ પાછળ આવેલી  કોવિડ-૧૯  સુશ્રુષા હોસ્પિટલના નોડલ ઓફિસર પુર્વાન પ્રવીણચન્દ્ર પટેલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ખાતે રાજસ્થાનના  બાસવારા જિલ્લાના બાંસવાડા તાલુકાના બાગીદોર ગામના મહેન્દ્રભાઇ સામે ફરિયાદ નોધાવી છે કે   આરોપેીના પિતા રણછોડભાઇ પરબેતંગ ચૈહાણને કોરોનાની સારવાર માટે તેમની હોસ્પિટલમાં ગત તા. ૨૬ ના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન  ગઇકાલે સવારે ૧૧ વાગે અવસાન પામ્યા હતા.

ત્યારબાદ દર્દીના સગા આવવાના હોવાથી તથા હોસ્પિટલમાં સારવારનું બીલ ચુકવવાની કામગીરી કરવામાં આવી હતી,  ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીને દર્દી મરણ ગયા હોવાની જાણ કરી હતી, બાદમાં કોવિડ-૧૯ની સબ નિકાલની પ્રક્રિયા મુજબ વી.એસ સ્મશાન ગૃહ ખાતે મૃતદેહને અંતિમક્રિયા માટે સમય માગીને સાજે ૫.૪૫ વાગે હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં લઇ જવામાં આવી હતી. જ્યાં બીજા દર્દીને લેવા જવાનુ ંહોવાથી ડ્રાઇવર  અમીતભાઇ ગોહિલ  મૃતદેહને સ્મશાન ગૃહના પાર્કિગમાં ઉતારીને જતા રહ્યા હતા. ત્યારબાદ ફરિયાદી સ્મશાન ગૃહ ખાતે  ફોન કરીને લાશ અંગેની ખરાઇ કરતા હાજર વ્યક્તિએ કોઇ મૃતદહ અમારી પાસે આવ્યો નથી તેમ કહ્યું હતું, જેથી ડ્રાઇવરને પુછતાં તેણે જણાવ્યું કે ત્યાં બીજી એમ્બ્યુલન્સ પડી હતી અને  ત્યાં મૃતકના પુત્ર તથા મહિલા સહિત ચાર વ્યક્તિ હાજર હતા,તેઓ પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં લઇ જતા રહ્યા  હોવાનું જાણવા મળતાં તુંરત પોલીસ કન્ટ્રોલમાં ફોન કર્યો હતો.

આ ઘટના અંગે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર અપૂર્વ પટેલના  જણાવ્યા મુજબ મૃતદેહ ગાયબ હોવાની જાણ થતાં તુંરંત રાજસ્થાનના પોલીસ વડાને જાણ કરવામાં આવી હતી જેથી બાસવાડા પોલીસ એલર્ટ થઇ ગઈ હતી અને તપાસ કરતાં મૃતકના સગાએ રાતે ૧ વાગે અંતિમવિધી કરી હોવાનું જાણવા મળ્યું હતું.

સ્મશાન ગૃહમાંથી મૃતદેહ લઇ જવામાં બેદરકારી કોની ?

ખાનગી હોસ્પિટલ દ્વારા સારવારના પુરા પૈસા વસૂલાયા પછી લાલિયાવાડી

અમદાવાદ, મંગળવાર

વાડીલાલ હોસ્પિટલમાના સ્મશાન ગૃહમાંથી કોરોના દર્દીના મૃતદહને પરિવારજનો લઇને રાજસ્થાન જતા રહ્યા તે કેસમાં બેદરકારી કોની તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. કારણ કે દર્દીનો મૃતદેહ લાવતી વખતે હોસ્પિટલ તરફથી કોઇ હાજર કેમ ના રહ્યું, બીજીતરફ રજિસ્ટ્રેશન કેમ ના કરાવ્યું, આમ તો નિયમ  મુજબ હાસ્પિટલ સંચાલકો દ્વારા અંતિમ વિધી કરાવીને  મૃકતકના સગાને મરણની પહોચ પણ આપવાની હોય છે, આ બધી જવાબદારી કોની તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે.

ખાનગી હોસ્પિટલના સંચાલકો દ્વારા દર્દી મરણ ગયા બાદ બીલ ચુકવવાનું બાકી હોવાથી સાંજ સુધી રાહજોવામાં આવી હતી.  જા ેકે સારવારના  પુરા રૃપિયા વસૂલાયા બાદ કેમ પોતાની જવાબદારી નિભાવવામાં આવતી નથી, હોસ્પિટલમાંથી કોરાનાના દર્દીના મોત બાદ તેમનો મૃતદેહ એમ્બ્યુલન્સમાં ઉતારવાની જવાબદારી કોની હોસ્પિટલ સત્તાવાળાઓની કે પછી સ્મશાન ગૃહના કર્મચારીઓની  તે મુદ્દ ે  પણ  તપાસ કરવામા ંઆવશે.

[WP-STORY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here