કોરોનાથી સાજા થઇ ચુકેલા લોકોમાં પણ 90 દિવસ સુધી રહે છે વાયરસ

0
27

દુનિયાભરમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે. દરરોજ મોતના વધતા આંકડા ડરાવી રહ્યા છે. આ બધાની વચ્ચે કોરોના ના જીવલેણ વાયરસથી જોડાયેલી વધુ એક ચોંકાવનારી જાણકારી સામે આવી છે. અમેરિકામાં કોરોના વાયરસ પર શોધ કરી રહેલા વૈજ્ઞાનિકોની ટીમે શોધ્યું છે કે કોરોના વાયરસ SARS CoV-2 ખૂબ જ ગંભીર અવસ્થા બાદ સાજા થયેલા દર્દીઓમાં 90 દિવસ સુધી રહે છે. એવામાં કોરોનાથી સાજા થઈ ચૂકેલા દર્દીઓના ઘરેથી વધુ બહાર ન જવું જોઈએ અને લોકોને ઓછું મળવું જોઈએ. 

વૈજ્ઞાનિકોને શોધમાં જાણવા મળ્યું કે કોરોનાથી સાજા થઈ ચૂકેલા લોકો 90 દિવસ સુધી કોઈ પણને સંક્રમિત કરી શકે છે. એવામાં કોરોનાથી સાજા થઈને ઘરે આવી ચૂકેલા દર્દીઓને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. નોંધનીય છે કે, કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 65 લાખના આંકડાને પાર કરી ચૂકી છે. જ્યારે એક લાખથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. 

અમેરિકાના એટલાન્ટામાં સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા એકત્ર કરવામાં આવેલી જાણકારી મુજબ, કોરોનાની ગંભીર અવસ્થાથી પસાર થનારા દર્દી 90 દિવસ સુધી સંક્રમણ ફેલાવવાની ક્ષમતા ધરાવે છે. બીજી તરફ, જે દર્દીઓમાં કોરોનાની અસર ઘણી હળવી હોય છે તેમની અંદર પણ 10 દિવસ સુધી કોરોના ઉપસ્થિત રહે છે. એવામાં દર્દીના સંપર્કમાં આવનારા લોકો જેમની ઇમ્યૂનિટી નબળી છે તેમને સંક્રમિત થવાની શક્યતા વધી જાય છે.

દેશમાં 55 લાખથી વધુ દર્દી સાજા થઈ ચૂક્યા છે 

આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં 55 લાખ 9 હજાર 966 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે દેશની અલગ-અલગ હૉસ્પિટલોમાં 9 લાખ 37 હજાર 625 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં થયેલા મોત બાદ દેશમાં મૃતકોની સંખ્યા વધીને હવે 1 લાખ 1 હજાર 782 થઈ ગઈ છે. આઇસીએમઆર મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 11,42,131 કોરોના નાં ટેસ્ટ કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here