કોરોનાના ભયથી ગુજરાતની છ મહાનગરપાલિકાની ચૂંટણી મુલતવી

0
110

– 56 નગર પાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકો પચાયતોની ચૂંટણીઓ ત્રણ મહિના માટે મુલતવી

ગુજરાતની છ મહાનગર પાલિકા, 55 નગર પાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકો પચાયતોની ચૂંટણીઓ ત્રણ મહિના માટે મુલતવી રાખવાનો નિર્ણય ચૂંટણી આયોગ દ્વારા લેવામાં આવ્યો છે. કોરાના વાયરસના ભયને કારણે સંક્રમણ થવાની સંભાવના વધી જાય તેમ હોવાનું જણાતા ચૂંટણીઓ મુલતવી રાખવામાં આવી છે.

છ મહાનગર પાલિકાઓ ઉપરાંત 55 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતોની ચૂંટણી આગામી નવેમ્બરમાં યોજાવાની ડયૂ હતી. પરંતુ કોરોનાના કેસ વધી રહ્યા હોવાને કારણે નવેમ્બર મહિનામાં યોજાનારી ચૂંટણીને આગામી ફેબુ્રઆરી મહિના સુધી પાછી ઠેલી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

આ છ મહાનગર પાલિકાઓમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર મહાનગર પાલિકાઓનો સમાવેશ થાય છે. આ તમામની ચૂંટણીઓ આગામી ફેબુ્રઆરી મહિનામાં યોજાશે

તદુપરાંત 56 નગરપાલિકાઓની ચૂંટણી પણ 10મી ડિસેમ્બરે 2020ના ડયૂ થવાની હતી. આ ચૂંટણીઓ ફેબુ્રઆરીના અંતમાં કે માર્ચના આરંભમાં યોજાય તેવી સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ ડિસેમ્બર 2020માં ડયૂ છે.

આ ચૂંટણી યોજતા પૂર્વે જિલ્લામાં કેટલાક તાલુકાઓ એટલે કે દાહોદ જિલ્લામાં સિંગવડ તાલુકાની નવા તાલુકા તરીકે સ્થાપવામાં આવ્યો છે. ભારતના બંધારણના આર્ટિક 243 (ઈ)માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ પંચાયતોની રચના કરવા માટેની ચૂંટણીઓ પંચાયતોની મુદત પૂરી થાય તે પૂર્વે જ યોજી દેવી ફરજિયાત છે. પરંતુ તેમ થઈ ન શકે તેમ હોવાથી તેની ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે. 

ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આ ચૂંટણીઓ મુલતવી રાખવા માટે સપ્ટેમ્બર 2020માં જ રજૂઆત કરી હતી. કોરોનાના સંક્રમણના કિસ્સાઓ વધી જવાની દહેશતને કારણે આ ચૂટણી મુલતવી રાખવાની માગણી તેમણે કરી હથી. આ છ મહાનગર પાલિકાઓની ચૂંટણી 13મી ડિસેમ્બરે ડયૂ થતી હતી. આ જ રીતે ત્યારબાદ અન્ય ચૂંટણી યોજાવાની હતી. હવે ત્રણ માસ માટે મુલતવી રાખવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here