કોરોનાની રસી બનાવનાર 15 હજાર કરોડની કંપનીનાં માલિક દંપતી સાઇકલ પર જાય છે, લગ્નના દિવસે રિસર્ચમાં વ્યસ્ત હતાં

0
44
  • જર્મન બાયોએનટેકનાં માલિક છે તુર્કી મૂળનું મેડિકલ રિસર્ચર દંપતી, બંનેને રિસર્ચનું ઝનૂન
  • તેમની બનાવેલી વેક્સિન 90% સફળ, ફાઇઝર સાથે બનાવશે

તુર્કી મૂળના ડૉ. યુગર સહિન અને તેમનાં પત્ની કેજલેમ તુરેકી મેડિકલ રિસર્ચર છે અને કોરોના વેક્સિન બનાવવાની અણીએ પહોંચી ગયાં છે. 55 વર્ષીય ડૉ. યુગર અને 53 વર્ષીય ડૉ. કેજલેમ જર્મનીમાં સ્થિત બાયોએનટેક કંપનીના સંસ્થાપક છે. તેમણે ફાઈઝર કંપની સાથે મળીને વેક્સિન બનાવવાની રેસમાં સૌથી આગળ હોવાનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. 15000 કરોડ રૂપિયાની કંપનીના માલિક ડૉ. યુગર આજે પણ સાઈકલ લઈને કંપની પર જાય છે. તેઓ કહે છે કે અડધું જીવન લેબમાં વીતી ગયું છે અને આગળ પણ રિસર્ચનું કામ છોડવાના નથી.

પત્ની કેજલેમ સાથે મળીને ડૉ. યુગરે 2008માં બાયોએનટેક કંપની સ્થાપી હતી. તેઓ સીઇઓ છે અને પત્ની સીએમઓ. તેઓ જર્મનીના 100 ધનિકોમાં સામેલ છે. તેમના દ્વારા બનાવેલી વેક્સિન 90% સફળ રહી છે. દંપતીએ કેન્સર વિરુદ્ધ પ્રતિરક્ષા પ્રણાલીનો ઉપયોગ કરવા તેમનું જીવન સમર્પિત કરી દીધું. ડૉ. યુગર જણાવે છે કે વેક્સિન બનાવતી વખતે અમારી ટીમ 24 કલાક સતત મહેનત કરતી રહી. અનેક અઠવાડિયાં સુધી અમે ટીમ સાથે લેબમાં જ રહ્યા. અમે 2008થી કેન્સરની ઈમ્યુનોથેરપીની એક વિશાળ શ્રેણી પર કામ કરવાનું શરૂ કર્યું. તેમાં અમને સફળતા પણ મળી. તેમાં એમઆરએનએ સામેલ છે જે એક બહુમુખી સંદેશાવાહક પદાર્થ છે. આ કોશિકાઓમાં આનુવંશિક નિર્દેશ મોકલે છે. કેન્સરની સારવારમાં મળેલી આ સફળતાએ એ માર્ગ બતાવ્યો કે અમે કોરોના વેક્સિન પણ બનાવી શકીએ છીએ. અમે પ્રયાસ શરૂ કર્યા.

તેમણે ટીમને જણાવ્યું હતું કે મૃત્યુ વધી રહ્યાં છે એટલા માટે રાત-દિવસ કામે લાગવું પડશે. અમે એન્ટી-કેન્સર એમઆરએનએ દવાઓથી તેના ગુણસૂત્ર કાઢી વાઈરલ વેક્સિન પર કામ કરવા લાગ્યા. અનેક દેશોમાં 44 હજાર લોકો પર અમારી બનાવેલી વેક્સિનની ટ્રાયલ સફળ રહી, ત્યારે અમે રાહતના શ્વાસ લીધા. અમને રિસર્ચ માટે મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન તરફથી 407 કરોડ રૂપિયા મળ્યા. ફાઈઝર અને બાયોએનટેક કંપનીએ સોમવારે કહ્યું હતું કે વેક્સિન ટ્રાયલનાં પરિણામો બાદ આ મહિનાના અંતે આ વેક્સિનને અમેરિકા, બ્રિટન અને જર્મનીમાં ઉપયોગમાં લેવા માટે સત્તાવાર પત્ર મળવાની આશા છે.

જર્મનીમાં રહેતાં ડૉક્ટર દંપતીએ કહ્યું – આગળ પણ રિસર્ચ નહીં છોડીએ
ડૉ. યુગરનાં પત્ની કેજલેમે કહ્યું હતું કે 2002માં અમે લગ્ન કરવાના અમુક કલાક બાદ જ લેબમાં રિસર્ચમાં લાગી ગયાં હતાં. સહિને કોલોને હેમ્બર્ગની હોસ્પિટલોમાં ઘણાં વર્ષ કામ કર્યું છે. અહીં મારી તેમની સાથે પહેલી મુલાકાત થઈ હતી. ત્યારે અમે કેન્સર સામે લડવા રિસર્ચમાં લાગેલાં છીએ. અમે રિસર્ચ ચાલુ રાખીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here