કોરોનામાં માસ્કને લઈને નવું આવ્યું, ફિલ્ટરવાળા કે વાલ્વવાળા માસ્કને લઈને આરોગ્ય વિભાગનો ધડાકો

0
35

રાજ્યમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે, હાલ કોરોના સામે રક્ષણ આપતી કોઈ રસી કે વેક્સિન બજારમાં નથી, ત્યારે માસ્ક જ તેનો એકમાત્ર ઈલાજ છે, ત્યારે કોરોના વાયરસ સામેની લડાઈમાં માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી બની જાય છે. અને જો લોકોમાં માસ્ક ન પહેરે તો તંત્ર દ્વારા દંડ પણ ફટકારવામાં આવે છે. તેવામાં જે લોકો પાસે માસ્ક ન હોય તો તેઓ રૂમાલનો ઉપયોગ કરીને પણ કોરોના સામે રક્ષણ મેળવી શકે છે. પરંતુ માર્કેટમાં આવેલા ફિલ્ટરવાળા કે વાલ્વવાળા માસ્કને લઈને તબીબી એક્સપર્ટો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

હાલમાં કોરોનામાં બજારમાં જુદા જુદા માસ્કનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે ફિલ્ટર વાળા અને વાલ્વ વાળા માસ્ક બજારમાં મળી રહ્યા છે ત્યારે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આવા માસ્ક નો ઉપયોગ નહિ કરવા માટે જણાવાયુ છે. કારણ કે હાલમાં કોરોનાની હાડમારીમાં આ વાયરસની રસી બજારમાં આવી નથી અને કોઇ વેકસિન બજારમાં નથી, ત્યારે માસ્ક એકજ એવી વસ્તુ છે જે કોરોના સામે રક્ષણ આપે છે. પરંતુ વાલ્વ અને ફિલ્ટર વાળા માસ્ક કોરોનાના વિષાણુઓ સામે રક્ષણ આપી શકતા ન હોવાથી આવા માસ્ક નહિ વાપરવા અને લોકો માં જાગૃતિ લાવવા માટે રાજ્ય ના દરેક વિભાગને સૂચના આપવામાં આવી છે.

આરોગ્ય વિભાગના અધિક નિયામકે તમામ જિલ્લા આરોગ્ય અધિકારીઓને પત્ર લખીને લોકોને જાગૃત કરવા માટે જણાવાયું છે. કોરોનાના વિષાણુઓ સામે આ માસ્ક રક્ષણ ન આપતા હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. કેન્દ્રના આરોગ્ય અને પરિવાર કલ્યાણના પરિપત્રના આધારે પત્ર લખાયો છે.

વાલ્વવાળા માસ્કને લઈને એક્સપર્ટ્સ ચેતવણી આપી રહ્યા છે કે, આવા માસ્ક ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે. ઓક્સફોર્ડના પ્રોફેસરો જણાવી રહ્યા છે કે, આવા માસ્ક પહેરવા તે કંઈ ના પહેરવા જેટલું જ જોખમી છે.

એક્સપર્ટ્સનું માનીએ તો, માસ્કમાં રહેલો વન-વે વાલ્વ જ્યારે વ્યક્તિ શ્વાસ લે ત્યારે બંધ થઈ જાય છે, અને જ્યારે તે શ્વાસ બહાર કાઢે ત્યારે ખૂલી જાય છે. જેના કારણે વાલ્વવાળું માસ્ક પહેરેલી વ્યક્તિ શ્વાસ લે ત્યારે તેના શ્વાસમાં હવા ફિલ્ટર થઈને આવે છે. જોકે, તે શ્વાસ કાઢે ત્યારે વાલ્વના નાનાકડા કાણાંમાંથી હવા પ્રેશર સાથે બહાર નીકળે છે. આ હવા ફિલ્ટર થઈને બહાર નથી આવતી. મતલબ કે, માસ્ક પહેરનારા વ્યક્તિને જો કોરોનાનો ચેપ લાગેલો હોય તો તે હવામાં વાયરસ ફેલાવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here