કોરોના અને લદ્દાખ સરહદ વિવાદ વચ્ચે આ કંપનીએ ચીનને આપ્યો ઝટકો! ભારતમાં શરૂ કરી બે ફેક્ટરી

    0
    23

    કોરોના મહામારી(Covid19) અને લદ્દાખ સરહદ(Ladakh) વિવાદ વચ્ચે ઘણી જાણીતી કંપનીઓએ ચીનથી ભારત સ્થાનાંતરણ કરવાનું શરૂ કર્યું છે. ત્યારે હવે વધુ એક જાણીતી કંપનીએ ચીનને(China) જબરદસ્ત ઝટકો આવ્યો છે. જર્મનીની(Germany) ફુટવિયર વોન વેલેક્સે ચીનથી પોતાનો કારોબાર સમેટી ભારતમાં(India) સ્થાનાંતરણ કરવાનું શરૂ કર્યું છે.

    જર્મનીની ફુટવિયર કંપની વોન વેલેક્સ(Von Wellx) ભારતના ઉત્તર પ્રદેશના આગરામાં(Agra) પોતાની બે જૂતા બનાવવાની યુનિટ્સ શરૂ કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ યુપીના(Uttar Pradesh) અપર મુખ્ય સચિવ આલોક કુમારે બંને યુનિટ્સનું વર્ચુઅલ ઉદઘાટન કર્યું. આ એકમોમાં 10,000થી વધુ લોકોને રોજગાર મળવાની આશા છે. અત્યાર સુધી 2,000 લોકોને આ યુનિટ્સમાં રોજગાર મળી રહ્યો છે.

    રિપોર્ટ પ્રમાણે વોન વેલેક્સે ઉત્તર પ્રદેશમાં ત્રણ પરિયોજનાઓ પર લગભગ 300 કરોડ રૂપિયાનું રોકાણ(Investment) કરવાની યોજના બનાવી છે. કંપનીએ દાવો કર્યો છે આ યોજના હેઠળ લગભગ 10 હજાર લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ તરીકે રોજગાર મળશે. માહિતી પ્રમાણે આ એકમો વાર્ષિક ધોરણે 50 લાખ જોડી જૂતાઓનું ઉત્પાદન કરશે. યુનિટ્સની સ્થાપના આગરાના એક્સપોર્ટ પ્રમોશન ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં ભારતના ઇયાટ્રિક ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપ(Iatric Industries Group) સાથે ભાગીદારીમાં કરવામાં આવી છે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here