કોરોના કહેરની વચ્ચે આ બંને દેશમાં ખતરનાક પૂર, ભયાનક દ્રશ્યો, દફનાવેલા મૃતદેહો ઉખડીને સરહદ પાર

  0
  27

  કોરોના વાયરસ સંકટની વચ્ચે ફ્રાન્સ અને ઇટલીમાં પૂરે તબાહી મચાવી દીધી છે. એટલું ભયંકર પૂર આવ્યું છે કે દફનાવેલા મૃતદેહો પણ તણાઇને સરહદ પાર પહોંચી ગયા છે. સોમવારના રોજ ફ્રાન્સના સરહદી વિસ્તારમાંથી બીજા પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા. તેની સાથે જ પૂરમાં મરનારાઓની સંખ્યા વધીને 12 થઇ ગઇ અને 20 લોકો હજુ પણ ગુમ છે.

  પૂરનો કહેર એટલો ખતરનાક છે તેનો અંદાજો તમે આના પરથી લગાવી શકો છો કે કબ્રસ્તાનમાં દફનાવેલા મૃતદેહો વહીને સરહદ પાર પહોંચી રહ્યા છે. નાઇસ મિટન અખબારે ફ્રાન્સીસ અધિકારીઓનો હવાલો આપતા કહ્યું કે ઇટલીમાં કોફિનમાંથી કેટલાંક લોકોના મૃતદેહો મળ્યા છે. આ કોફિન ફ્રાન્સથી વહેતા-વહતા સરહદ પાર પહોંચ્યાની આશંકા છે.

  તોફાન-વરસાદ અને પૂર

  દક્ષિણ-પૂર્વ ફ્રાન્સ અને ઉત્તર ઇટલીનો વિસ્તાર પૂરથી ભયંકર પ્રભાવિત થયો છે. અહીં તોફાન બાદ ધોધમાર વરસાદના લીધે પૂરે સામાન્ય જનજીવનને પ્રભાવિત કરી દીધું છે. ફ્રાન્સના શહેર સેંટ-માર્ટિન-વેસુબીમાં પૂરનો સૌથી વધુ કહેર છે. રવિવાર બાદ સોમવારે પણ અહીંથી કેટલાંક મૃતદેહો મળ્યા છે. બંને દેશોમાં મોટાપાયે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. સાથો સાથ ગુમ લોકોનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

  ફ્રાન્સની તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ ઇટલીના લિગુરિયા દરિયા કિનારેથી મળેલા મૃતદેહોને લઇ સતત તેમના સંપર્કમાં છે. ફ્રાન્સીસ અધિકારીઓએ કહ્યું કે સરહદ પાર કોફિનમાં જે મૃતદેહો મળ્યા છે તે શકય છે કે પાણીમાં વહીને આવ્યા હશે. મૃતદેહોની ઓળખની પ્રક્રિયા ચાલી રહી છે. જો કે હજી સુધી સ્પષ્ટતા થઇ શકી નથી કે કેટલી લાશો વહીને ઇટલી પહોંચી છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here