કોરોના કાળમાં અભ્યાસ માટે સરકાર વિદ્યાર્થીઓને આપે છે 10GB મફત ઇન્ટરનેટ ડેટા? જાણો હકીકત

0
74

હાલ આખો દેશ કોરોના સંકટ સામે ઝઝૂમી રહ્યો છે. સ્કૂલ-કોલેજો છેલ્લા કેટલાય મહિનાઓથી બંધ છે. ત્યારે આ દરમિયાન વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે. આ પરિસ્થિતિઓ વચ્ચે સોશિયલ મીડિયા પર એક મેસેજ ફરતો થયો છે. જેમાં કેન્દ્ર સરકાર ઓનલાઇન અભ્યાસ માટે દેશભરના વિદ્યાર્થીઓને દૈનિક ધોરણે 10GB ફ્રી ઇન્ટરનેટ ડેટા આપી રહી છે. તેથી વિદ્યાર્થીઓ કોરોના મહામારી વચ્ચે ઓનલાઇન પરીક્ષા આપી શકે. એમ દાવો કરવામાં આવી રહ્યો છે.

વાયરલ મેસેજમાં લખ્યું છે કે,‘કોરોના વાયરસના કારણે સ્કૂલ અને કોલેજ બંધ થઈ ગયા છે. આ કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ પ્રભાવિત થયો છે. તેથી સરકાર દરેક છાત્રોને મફત ઇન્ટરનેટ ડેટા(દૈનિક ધોરણે 10GB) આપી રહી છે.’ આ મેસેજમાં એક લિંક પણ આપવામાં આવી છે. અને કહ્યું છે કે આ લિંક પરથી ફ્રી ઇન્ટરનેટ પેક(દૈનિક ધોરણે 10GB) મેળવવા માટે ફોર્મ ભરી શકો છો. આ વાયરલ મેસેજના અંતે લખ્યું છે કે લોકોની સુવિધા માટે આ મેસેજને વધુમાં વધુ શેર કરો.

આ મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ છતા હવે પીઆઈબી(PIB)ની ફેક્ટ ચેક ટીમે આ મેસેજની તપાસ કરી તો સામે આવ્યું કે આ વાયરલ મેસેજ ફેક એટલે કે ખોટો છે. પીઆઈબી ફેક્ટ ચેકમાં જણાવ્યું કે આ દાવો ખોટો છે. સરકાર દ્વારા એવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આપને જણાવી દઈએ કે આ પહેલા પણ સોશિયલ મીડિયા પર ઘણા એવા મેસેજ ફરતા થયા છે જેમાં કરવામાં આવેલા દાવાઓ ખોટા સાબિત થયા છે. તેથી સોશિયલ મીડિયા પર ફરતી એવી કોઈ પણ માહિતીનું ફેક્ટ ચેક કર્યા વિના વિશ્વાસ કરવો નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here