કોરોના મહામારીના કારણે ઓસ્કાર એવોર્ડમાં પણ પરિવર્તન

0
81

હવે પહેલા ન મળતી ફિલ્મોને પણ ઓસ્કારમાં સમાવવામાં આવશે

કોરોના મહામારી દરમિયાન દુનિયા જ જાણે થંભી ગઇ હતી. તમામ મલ્ટીપ્લેક્સ થિયેટરો બંધ થઇ ગયા હતા. મહામારીના કારણે થિયેટરોમાં ફિલ્મો રિલીઝ કરી શકાય નહીં. આ દરમિયાન ઓટીટી પ્લેટફોર્મ પર તૈયાર થયેલી ફિલ્મોને દર્શાવાનો નિર્ણય લેવો પડયો હતો. હવે મનોરંજનની દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત ઓસ્કાર પુરસ્કારએ પણ ઓટીટી પ્લેટફોર્મ પરની પોતાની શરતોમાં ઢીલ મુકી છે. 

પહેલી વખત એકડમી ઓફ મોશન પિકચર આર્ટસ એન્ડ સાયન્સિસને સ્ટ્રીમિંગ ટાઇટલ્સને પણ નામાંકિત માટે સર્વશ્રેષ્ઠ ફિલ્મોની યાદીમાં સામેલ કરવા માટે અનુમતિ આપી છે. આ ફિલ્મો ફક્ત ઓટીટી  પ્લેટફોર્મ પર જ રિલીઝ થઇ છે. પહેલા ઓસ્કાર એવોર્ડ માટે નામાંકિત થવા માટે થિયેટરમાં ફિલ્મોનું રિલીઝ હોવુ જરૂરી હતી. 

કોરોના રોગચાળા દરમિયાન પુરસ્કાર સેરેમનીનું આયોજન કરવામાં ાવ્યું નહોતું. પહેલા આ સમારંભ ૨૫ એપ્રિલના રોજ આયોજિત કરવાનો હતો. જેમાં જાન્યુઆરી ૨૦૨૦ થી ફેબુ્રઆરી ૨૦૨૧ દરમિયાન રિલીઝ થયેલી ફિલ્મોને સામેલ કરવામાં આવી છે. આ નિર્ણયનો સોથી મોટો ફાયદો નેટફ્લિક્સને મળે તેવી આશા છે. તેના લગભગ ૨૨ ટાઇટલ ઓસ્કારની  સ્પર્ધામાં છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here