કોરોના વચ્ચે પણ ધનતેરસના દિવસે લોકોએ સોનું ખરીદી શુકન સાચવ્યું, સોનાના ભાવ ઘટતાં ધનતેરસ, દિવાળીનાં 50 ટકા બુકિંગ થયાં

    0
    14
    • લોકો પોતાના બજેટ પ્રમાણે નાની-મોટી ખરીદી કરી રહ્યા છે અને શુકન સાચવી રહ્યા છે

    આજનો દિવસ એટલે ધનતેરસ. ધનતેરસના દિવસે સોનું ખરીદવું શુભ ગણાય છે. ત્યારે રાજકોટના સોનીબજારમાં સોનું ખરીદવા દર વર્ષ કરતાં આ વખતે ઓછી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે. લોકો પોતાના બજેટ પ્રમાણે નાની-મોટી ખરીદી કરી રહ્યા છે અને શુકન સાચવી રહ્યા છે. સોનાના ભાવ ઘટતાં ધનતેરસ અને દિવાળીનાં 50 ટકા બુકિંગ થયાં છે. મંદીને કારણે જોઈએ તેટલું વેચાણ થઈ રહ્યું નથી. રોકાણકારો પણ સોનું ખરીદવા માટે વિચાર કરી રહ્યા છે, પણ વેપારીઓનું કહેવું છે કે કોરોના વચ્ચે પણ ધનતેરસના દિવસે લોકોએ સોનું ખરીદી શુકન સાચવ્યું છે, જે ખૂબ સારી વાત છે.

    ગ્રાહકોનું બજેટ ભલે ઓછું હોય, પણ લોકો શુકન સાચવે છે

    ભલે ઓછું બજેટ હોય, પણ ગ્રાહકો શુકન સાચવે છેઃ ગોલ્ડ એસો.ના પ્રમુખ
    ગોલ્ડ એસોસિયેશન રાજકોટના પ્રમુખ ભાયાભાઈ સાહોલિયાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ વર્ષે કોરોનાને લઈને નવ મહિના સોનીબજારનો ધંધો બંધ હતો, પરંતુ પુષ્ય નક્ષત્ર અને ધનતેરસ ખાસ આજના દિવસથી સવારથી ગ્રાહકો આવી રહ્યા છે. ઘરાકી નીકળતાં વેપારીઓમાં જીવમાં જીવ આવ્યો છે અને ખરીદી પ્રમાણમાં સારી છે. ગ્રાહકોનું બજેટ ભલે ઓછું હોય, પણ શુકન સાચવે છે. નાની વીંટી અને સોના-ચાંદીના સિક્કા લઈ રહ્યા છે. પ્રમાણમાં સારી ખરીદી થઇ રહી છે.

    કોરોનાને કારણે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છેઃ ગ્રાહક
    સોનાની ખરીદી કરનાર રશ્મિ મહેતાએ જણાવ્યું હતું કે કોવિડ-19ને કારણે જે લોકો 2-3 લાખની ખરીદી કરતા હોય છે એ લોકો આ વખતે માંડ 50 હજાર રૂપિયાની આસપાસ ખરીદી કરી રહ્યા છે. એટલે બજારમાં કોરોનાને કારણે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

    સોનું ખરીદવા માટે લોકોનો અત્યારે સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે

    લોકોના સારો રિસ્પોન્સ મળી રહ્યો છેઃ વેપારી
    સોનાના વેપારી રિતેશ પાલાના જણાવ્યા અનુસાર, સોનું ખરીદવા માટે લોકોનો અત્યારે સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે. આજનો ભાવ 50 હજાર 700 રૂપિયા છે. લોકો આ વખતે સોનાની બૂટી અને ચેનની ખરીદી કરી રહ્યા છે, પણ ખરીદીને લઈને લોકોને સારોએવો રિસ્પોન્સ મળી રહ્યો છે.

    સોની વેપારીઓને મંદીનો સામનો કરવો પડી રહ્યો છે
    સોનીબજારના વેપારીઓના જણાવ્યા અનુસાર, ગત વર્ષ કરતાં આ વર્ષે સોના-ચાંદીમાં 50 ટકા જેટલું જ બુકિંગ થયું છે, જેને લઈને આ વખતે સોની-વેપારીઓને મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. જે લોકો ધનતેરસના દિવસે સોના-ચાંદીનાં ઘરેણાં બનાવડાતા હોય છે તે લોકો આ વખતે મુહૂર્ત સાચવવા માટે નાની-મોટી ખરીદી કરી રહ્યા છે.

    ધનતેરસ અને દિવાળીના 50 ટકા ઓર્ડર બુક થયા છે

    સોનાની ખરીદી માટે સવારે 9થી 12 વાગ્યા સુધીનાં સૌથી સારાં મુહૂર્ત
    કોરોનાની વૈશ્વિક મહામારી, ડોલર- રૂપિયાના ભાવમાં અસમાનતા સહિતનાં કારણોસર છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા હતા. ધનતેરસ અને દિવાળીના 50 ટકા ઓર્ડર બુક થયા છે. 6 માસ પછી સોનાના ભાવ ઘટ્યા છે. લગ્નના પ્રી-ઓર્ડર પણ વેપારીઓને મળ્યા છે. ત્યારે રાજકોટના સોનીબજારમાં વહેલી સવારથી જ લોકો મુહૂર્ત સાચવવા માટે સોના-ચાંદીના દાગીના લેવા માટે ઊમટી પડ્યા હતા. સોનાની ખરીદી માટે સવારે 9થી 12 વાગ્યા સુધીનાં સૌથી સારાં મુહૂર્ત છે. જેથી સવારથી લોકો સોના-ચાંદીનાં ઘરેણાંની ખરીદી કરતા જોવા મળ્યા હતા.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here