કોરોના વાયરસના કારણે બોલીવૂડને રૂપિયા 2000 કરોડનું નુકસાન

0
21

– 15 ઓકટોબરથી દરેક રાજ્યમાં થિયેટરો ખુલા મુકાય એવી શક્યતા નહીંવત

કોરોના વાયરસના કારણે દરેક ઉદ્યોગોમાં આર્થિક ખોટ આવી છે. જ્યારે બોલીવૂડને રૂપિયા ૨૦૦૦ હજાર કરોડનું નુકસાન થયું છે. હજી પણ ૧૫ ઓકટોબરથી દરેક રાજ્યમાં થિયેટરો ખુલ્લા મુકાય તેવી શક્યતા નહીંવત છે. 

છેલ્લા છ મિહનાથી થિયેટરો બંધ હોવાથી ઓછામાં ઓછું ૨૦૦૦ હજાર કરોડનું નુકસાન થયું છે. દિલ્હીના થિયેટરના એક જનરલ મેનેજરના અનુસાર ૩-૪ હજાર કરોડના નુકસાનનો અંદાજ છે. આ દરમિયાન ફેસ્ટિવ સીઝન પણ નીકળી ગઇ. જો સિનેમા થિયેટરો ખુલે પછી સરકારે અમને એક વરસની સબસિડી આપવી જોઇએ તેમજ ટેર્સ ન લેવો જોઇએ, આમ નહીં થાય તો થિયેટરોને વધુ નુકસાન થવાની શક્યતા છે. 

ટોચના અભિનેતાઓની કેટલીય ફિલ્મો રિલીઝ થવાની બાકી છે. જ્યારે અમુક ફિલ્મોને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવી પડી છે. ઘણી ફિલ્મોના શૂટિંગ અધુરા રહી ગયા છે. 

[WP-STORY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here