કોલકાતાની હાર બાદ લોકોએ કેદાર જાધવની ઉડાવી જબરી મજાક, ધોનીને પણ ન છોડ્યો

0
23

દર વર્ષે આઈપીએલમાં જેની બોલબાલા રહેતી હોય છે તે ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમ આ વખતે કાંઈક ખાસ જાદૂ કરી શકી નથી. ધોનીની આગેવાનીવાળી સીએસકે આ સિઝનમાં છ મેચોમાં ચાર મેચોમાં હારી ગઈ છે. તો આ સિઝનમાં કેદાર જાધવના ખરાબ પર્ફોર્મન્સે સીએસકેને ટેન્શનમાં મૂકી દીધું છે. તો ગઈકાલે કોલકાતા સામે થયેલી મેચમાં જ્યારે સીએસકેને રન બનાવવાની જરૂર હતી, ત્યારે કેદાર જાધવ ડોટ બોલ રમી ડિફેન્સિવ મોડમાં આવી ગયો હતો. જેને લઈ ટ્વીટર પર લોકોએ જાધવને બરાબરનો ટ્રોલ કર્યો હતો.

કોલકાતાએ પહેલી બેટિંગ કરી 20 ઓવરમાં 167 રન બનાવ્યા હતા. જે બાદ રન ચેઝમાં ઉતરેલી સીએસકે 20 ઓવરમાં 157 રન બનાવી શકી હતી. સીએસકેએ 12 ઓવરમાં 99 રન બનાવ્યા હતા. અને એવું લાગી રહ્યું હતું કે સીએસકે એકદમ આસાનીથી આ મેચ જીતી જશે. પણ કેકેઆરની દમદાર બોલિંગથી સીએસકેની પાંચ-છ ઓવરની વચ્ચે જ 4 વિકેટ ફટાફટ પડી ગઈ હતી. કેદાર જાધવ 12 બોલ પર 7 રન બનાવીને નોટ આઉટ પરત ફર્યો હતો. જ્યારે કેપ્ટન ધોની 12 બોલ પર 11 રન બનાવીને આઉટ થયો હતો.

સીએસકેને આ બંને બેટ્સમેનોના 100થી નીચેના સ્ટ્રાઈક રેટથી રન બનાવવાનુ પરિણામ ભોગવવું પડ્યું અને ટીમની હાર થઈ. મેચ બાદ ધોનીએ પણ કહ્યું કે, બેટ્સમેનોને જીતની બાજી હારમાં ફેરવી દીધી. આ મેચ બાદ જ કેદાર જાધવ અને ધોનીને સોશિયલ મીડિયામાં ટ્રોલ્સ કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here