કોલકાતામાં ભાજપના દેખાવો હિંસક બનતા યુદ્ધ જેવી પરિસ્થિતિ

0
104

– પોલીસ અને ભાજપના કાર્યકરો સામસામે

– પોલીસે પાણીના બદલે ‘ભેદી’ કેમિકલનો મારો ચલાવ્યાનો ભાજપનો આક્ષેપ

પાંચ હજારથી વધુ પોલીસ-આરએફના જવાનો તૈનાત

‘સેનિટાઈઝ’ કરવા બે દિવસ માટે સચિવાલય બંધ કરાયું

લાઠીચાર્જમાં 1500થી વધુ કાર્યકરોને ઈજા થઈ : ભાજપ

(પીટીઆઈ) કોલકાતા, તા. 8 ઓક્ટોબર, 2020, ગુરૂવાર

પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકરોની હત્યા, ભ્રષ્ટાચાર, બેરોજગારી સહિત સાત મુદ્દાઓને લઈને મમતા સરકારને ઘેરવા માટે ભાજપના યુવા મોરચાએ ગુરૂવારે રાજ્ય સચિવાલય ‘નવાન્ન ચલો’ આંદોલન ચલાવ્યું હતું.

પરંતુ પોલીસ સાથે આૃથડામણ, પથૃથરમારો, ટાયરો સળગાવી રસ્તાઓ બ્લોક કરવા અને કાર્યકરોને વિખેરવા માટે પોલીસના લાઠીચાર્જને પગલે ભાજપની રેલીઓ હિંસક બનતાં કોલકતા અને હાવરાની આજુબાજુનો વિસ્તાર આખો દિવસ યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયા હતા.  

હજારોની સંખ્યામાં ભાજપ કાર્યકરો અલગ અલગ વિસ્તારોમાંથી રેલીઓ લઈને નવાન્ન તરફ રવાના થયા હતા. પરંતુ પોલીસે તેમને રેલીની મંજૂરી આપી નહોતી અને અનેક જગ્યાએ બેરીકેડ લગાવી દીધા હતા. ભાજપના કાર્યકરાએે અનેક જગ્યાએ બેરીકેડ તોડીને આગળ વધવાનો પ્રયાસ કરતાં તેમને પોલીસ સાથે આૃથડામણ થઈ હતી.

પોલીસે તેમના પર વોટર કેનનનો મારો કર્યો અને ટીયર ગેસના ગોળા પણ છોડયા હતા. પોલીસની કાર્યવાહીમાં તેના 1500થી વધુ કાર્યકરો ઘાયલ થયા હોવાનો ભાજપે દાવો કર્યો હતો. આ કાર્યવાહીમાં ભાજપના રાષ્ટ્રીય સચિવ અરવિંદ મેનન, પ્રદેશ ઉપાધ્યક્ષ રાજુ બેનર્જી સહિત કેટલાક અગ્રણી નેતાઓને પણ ઈજા પહોંચી હતી, જેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

બીજીબાજુ ભાજપ કાર્યકરોએ પોલીસ પર પથૃથરમારો કર્યા હોવાના પણ અહેવાલ છે. ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ ભાજપ કાર્યકરો પર પોલીસની કાર્યવાહીની આકરી ટીકા કરતા કહ્યું કે આ બંગાળના ઈતિહાસનો સૌથી કાળો દિવસ છે.

તેમણે બંગાળમાં આગામી વર્ષ સુધીમાં ભાજપની પૂર્ણ બહુમતની સરકાર ન બને ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનું એલાન કર્યું હતું. તેમણે એવો પણ દાવો કર્યો કે પોલીસે વોટર કેનના બદલે ભાજપ કાર્યકરો પર કેમિકલનો છંટકાવ કર્યો છે. જોકે, રાજ્યના મુખ્ય સચિવે કેમિકલના છંટકાવના આરોપો ફગાવી દીધા હતા.

ભાજપના નવાન્ન ચલો આંદોલનમાં પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય સહિત પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોય સહિત તમામ નેતા અને કાર્યકરો રસ્તા પર જ ધરણાં પર બેસી ગયા હતા.

વિજયવર્ગીયે જણાવ્યું કે બંગાળ સરકાર ભયભીત છે. તેથી તે વિરોધના પાયાના લોકતાંત્રિક અિધકારને પણ નકારી રહી છે. વિજયવર્ગીયે દાવો કર્યો કે ભાજપે શાંતિપૂર્ણ રેલી કાઢી હતી, પરંતુ પોલીસની કાર્યવાહીના કારણે આ આંદોલન હિંસક બની ગયું હતું.

આ આંદોલનને પગલે કોલકાતા-હાવરાના અશાંત વિસ્તારોમાં 5,000થી વધુ પોલીસ અને રેપિડ એક્શન ફોર્સના જવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.  ભાજપના આંદોલનને જોતાં રાજ્ય સરકારે સવારે અચાનક જ રાજ્ય સચિવાલય નવાન્નને સેનિટાઈઝ કરવા માટે બે દિવસ માટે બંધ કરવાની જાહેરાત કરી દીધી હતી.

પશ્ચિમ બંગાળમાં કેટલાક દિવસ અગાઉ ઉત્તર 24 પરગણાના તિતાગઢમાં ભાજપના સૃથાનિક નેતા મનિષ શુક્લાની હત્યા કરવામાં આવી હતી. ઉપરાંત છેલ્લા કેટલાક સમયમાં રાજ્યના વિવિધ ભાગોમાં ભાજપના કાર્યકરોને નિશાન બનાવવામાં આવતાં હોવાથી ભાજપના કાર્યકરોમાં ગુસ્સો ફેલાયેલો હતો. તૃણમૂલ સરકારે બુધવારે ભાજપને મહામારી કાયદાને પગલે વિરોધ રેલી કાઢવાની મંજૂરી આપી નહોતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here