કોલેજોમાં ફી મુદ્દે નિર્ણય સત્રાંત સુધી આવશે કે નહીં ?: વાલીઓમાં પ્રશ્ન

0
73

– ટેકનિકલ અને નોન ટેકનિકલ કોર્સની

– સંચાલક મંડળો સાથે બેઠકો બાદ સરકારને રિપોર્ટ અપાશે : વાલીઓને પ્રથમ સત્રની ફી ભરવામાં મુશ્કેલી

હાઈકોર્ટમાં થયેલી પીઆઈએલની સુનાવણીમાં  નિર્દેશને પગલે સરકારે ટેકનિકલ કોલેજો અને નોન ટેકનિકલ કોર્સની કોલેજોમાં ફી ઘટાડા મુદ્દે સંચાલકોના સૂચનો લેવાની પ્રક્રિયા શરૂ કરી છે પરંતુ વાલીઓમાં   હાલ એક જ પ્રશ્ન છે કે સત્ર પુરૂ થયા પહેલા ફી ઘટશે કે નહી ?

હાઈકોર્ટના નિર્દેશને પગલે સરકારે ટેકનિકલ કોર્સની કોલેજો માટે એફઆરસીને જવાબદારી સોંપતા ટેકનિકલ કોલેજોના સંચાલકો સાથે બેઠકો કરવામા આવી છે અને જેનો રીપોર્ટ સરકારને સોંપાશે .જ્યારે બીકોમ-બીબીએ-બીસીએ સહિતના નોન ટેકનિકલ કોર્સની કોલેજોમાં ફી માટે સરકારે હંગામી ફી કમિટી રચી છે.

નોન ટેકનિકલ કોલેજો માટે ફી કમિટી ન હોવાથી હિસાબો સરકાર પાસે પહેલેથી નથી જેથી હંગામી ફી કમિટીએ એક બેઠક કરીને કોલેજો પાસેથી હિસાબો-પગાર ,ફેકલ્ટી સંખ્યા સહિતનો રેકોર્ડ મંગાવ્યો છે. બંને કમિટીના રિપોર્ટ આવ્યા બાદ પણ સરકાર સીધો ફી મુદ્દે કોઈ નિર્ણય કરે તેમ નથી.

ટેકનિકલ-નોન ટેકનિકલ કોલેજોમાં આમ તો પ્રથમ સત્ર શરૂ થઈ ગયુ છે અને ખાનગી યુનિ.ઓ-કોલેજોએ ફી પણ ઉઘરાવી લીધી છે ત્યારે પ્રથમ સત્ર પુરૂ થાય ત્યાં સુધીમાં કે બીજા સત્ર પહેલા ફી ઘટાડા મુદ્દે નિર્ણય આવશે કે કેમ તે અંગે હાલ વાલીઓમાં પ્રશ્ન ઉદભવ્યો છે.

સરકારની આર્થિક સહાય માટેની યોજનામાં પણ મોડુ થયુ છે અને ફી ઘટાડા મુદ્દે પણ કોઈ નિર્ણય આવ્યો નથી ત્યારે હાલ તો ગરીબ-મધ્યવર્ગના વાલીઓને પ્રથમ સત્રની ફી ભરવામાં મુશ્કેલી થઈ પડી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here