કોવિડ-19 સામે જંગ જીતવા લાગ્યું ભારત, કોરોના વાયરસના વળતા પાણી શરૂ

0
95

કોરોના વાયરસ સંક્રમણના કેસોમાં ભારત દુનિયાના અમેરિકા બાદના ક્રમે પહોંચી ગયું છે. ભારતમાં રોજેરોજ લાખો કેસો સામે આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં ભારતમાં કોરોનાના 60 લાખ કેસ સામે આવ્યા છે જ્યારે 1 લાખથી પણ વધારે લોકો મોતને ભેટ્યા છે. જોછે ભારતમાં કોરોના વાયરસ નબળો પડી રહ્યો હોવાનું જાણવા મળે છે.

ભારતમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા છેલ્લા 3 દિવસથી નવ લાખના આંકડાથી ઓછી છે. ભારતમાં કોરોનાને હરાવનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. કોરોનાને મ્હાત આપવાના મામલે પણ ભારત દુનિયામાં પહેલા ક્રમે છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે, ટોચના જે 5 રાજ્યો કે જ્યાં કોરોનાના વધુ દર્દી છે ત્યાં 54.3 ટકા લોકો સાજા થવા લાગ્યા છે.

રિકવરી રેટમાં જબ્બર વધારો

સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલા આંકડા અનુંસાર છેલ્લા 24 કલાકમાં કોરોના૦થી સાજા થનારા દર્દીઓની સંખ્યા વધીને 61 હજારની આસપાસ થઈ ગઈ છે. સંક્રમણ મુક્ત થવાનો દર 86.17 ટકા થઈ ગયો છે. તો બીજી બાજુ સંક્રમણના નવા 74,383 કેસ સામે આવ્યા બાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 70,53 હજાર જેટલી થઈ છે.

એક્ટિવ કેસોની સંખ્યામાં ભારે ઘટાડૉ

મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા આઠ દિવસથી 1 હજારથી ઓછા દર્દીઓના મૃત્યુ થઈ રહ્યાં છે. આંકડા પ્રમાણે દેશમાં હાલ કુલ કેસોના 12.30 ટકા જ એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેરળમાં 11 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. બીજા સ્થાને મહારાષ્ટ્ર છે.

સૌથી વધુ મૃતાંક મહારાષ્ટ્રમાં

ગત 24 કલાકમાં દેશભરમાંથી જે 918 લોકોના મૃત્યુ થયા છે તેમાં મહારાષ્ટ્રમાં 308, કર્ણાટકમાં 102, તમિલનાડુમાં 67, પશ્ચિમ બંગાળમાં 62, ઉત્તર પ્રદેશમાં 60, દિલ્હીમાં 48, છત્તીસગઢમાં 39 અને આંધ્ર પ્રદેશમાં 35 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં સંક્રમણને કારણે અત્યાર સુધી 1,08,334 લોકોના મૃત્યુ થયા છે. જેમાં મહારાષ્ટ્ર ટોચના સ્થાને છે. મહારાષ્ટ્રમાં 40,040, તમિલનાડુમાં 10,187, કર્ણાટકમાં 9891, ઉત્તરપ્રદેશમાં 6353, આંધ્ર પ્રદેશમાં 6,194, દિલ્હીમાં 5740, બંગાળમાં 5563, પંજાબમાં 3798 અને ગુજરાતમાં 3775 લોકોના મૃત્યુ થયા છે. મૃત્યુઆંક મામલે ગુજરાત ઘણું પાછળ હોવાનું આંકડામાં સ્પષ્ટ જણાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here