ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોનનુ માનવુ છે કે, વિરાટ કોહલી વગર ઓસ્ટ્રેલિયા ભારત સામેની ટેસ્ટ સિરિઝમાં આસાનીથી જીત મેળવશે.
ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પહોંચી ચુકી છે.ટીમને 15 દિવસ ક્વોરેન્ટાઈન થવાનુ છે અને એ પછી ટી-20 મેચોથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસનો પ્રારંભ થશે.સૌથી છેલ્લા ચાર ટેસ્ટની સિરિઝ રમાશે.જેમાં વિરાટ કોહલી માત્ર પહેલી ટેસ્ટ રમીને અંગત કારણસર ભારત પાછો ફરશે.ભારતીય ક્રિકેટ બોર્ડે આ માટે મંજૂરી પણ આપી દીધી છે.
જોકે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોનનુ કહેવુ છે કે, કોહલી પોતાના પહેલા બાળકના જન્મને ધ્યાનમાં રાખીને ભારત પાછો ફરવાનો છે.આ એક યોગ્ય નિર્ણય છે.જેનો અર્થ એ છે કે, ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરિઝ આસાનીથી જીતી જશે.
કોહલી જોકે એ પહેલા ત્રણ ટી 20 અને ત્રણ વન ડે મેચ રમવાનો છે.
કોહલી વગર ભારતની બેટિંગ લાઈન અપ નબળી પડી જશે તેવુ માઈકલ વોનનુ માનવુ છે.જોકે ટેસ્ટ સિરિઝ માટે રોહિત શર્મા ભારતીય ટીમ સાથે જોડાશે.જોકે કોહલી વગર ઓસ્ટ્રેલિયાના બોલરો માટે કામ આસાન બનશે.ઓસ્ટ્રેલિયાએ પણ ભારત સામે પોતાની શ્રેષ્ઠ ટીમ ઉતારવાનો ફેંસલો કર્યો છે.કોરોના કાળ બાદ પહેલી વખત ઓસ્ટ્રેલિયામાં આંતરરાષ્ટ્રિય સિરિઝ રમાવા જઈ રહી છે.