ક્યાંક તમારા ઘરે તો નથીને વાસ્તુનો આ દોષ?, માત્ર આટલા નાનકડા ફેરફાર મોટો ફાયદો કરાવશે

  0
  70

  ધનવાન બનવા માટે પૈસા કમાવા જેટલાં જરૂરી છે એટલું જ જરૂરી છે ધન બચાવવાનું. પરંતુ કેટલીક વખત આપણે ઈચ્છીએ તો પણ ધન નથી બચાવી શકતા, આકસ્મિક ખર્ચ આવી જતા બધા પૈસા તેની પાછળ જ ખર્ચાય જાય છે. વાસ્તુશાસ્ત્રમાં કેટલાંક સામાન્ય ઉપાય બતાવામાં આવ્યા છે જેને અજમાવીને તમે આકસ્મિક ખર્ચાઓથી બચી શકો છો અને ધનવાન બની શકો છો.

  ઘરમાં ન રાખવો ભંગાર

  ઘરમાં તૂટેલા વાસણ અને ભંગાર રાખવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તૂટેલો બેડ અને પલંગ પણ ઘરમાં ન રાખવા જોઈએ તેનાથી આર્થિક નુકશાન થઈ શકે છે અને ખર્ચાઓ પણ વધે છે. ઘણા લોકો ઘરની છત ઉપર અથવા સીડીનાં નીચે નકામી વસ્તુ જમા કરતા હોય છે જેના લીધે આવકમાં નુકસાન થાય છે.

  બદલી નાખો ધન રાખવાની દિશા

  ધનમાં વધારો કરવા અને બચત કરવા માટે તિજોરી અથવા કબાટમાં જેમાં ધન રાખતા હોય તેને દક્ષિણની દિવાલ તરફ એવી રીતે રાખવું, તેનો આગળનો ભાગ ઉત્તરની દિશા તરફ હોય. પૂર્વ દિશાની તરફ કબાટ રાખવાથી પણ ધન વધે છે પરંતુ ઉત્તર દિશા એકદમ ઉત્તમ માનવામાં આવી છે.

  ઘરમાં પાણી ટપકવા ન દો

  નળમાંથી પાણી ટપકતું હોય તેને વાસ્તુશાસ્ત્રમાં આર્થિક નુકસાનનું કારણ માનવામાં આવ્યું છે. જેને ઘણા લોકો ધ્યાનમાં નથી લેતા. વાસ્તુનાં નિયમોનુસાર, નળમાંથી પાણી ટપકવાથી ધીમે-ધીમે ખર્ચ વધે છે. એટલા માટે નળમાં ખરાબી થાય ત્યારે તેને તરત બદલી નાખવો.

  દીવાલ પર લટકવાવી આ ધાતુની વસ્તુ

  બેડરૂમનાં મુખ્ય દરવાજાની સામેની દીવાલની ડાબી બાજુનાં ખૂણા ઉપર ધાતુની કોઈપણ વસ્તુ લટકાવીને રાખવી. વાસ્તુશાસ્ત્ર અનુસાર, આ સ્થાન ભાગ્ય અને સંપત્તિનું ક્ષેત્ર માનવામાં આવ્યું છે. આ દિશામાં દિવાલમાં તિરાડ હોય તો તેને સુધરાવી.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here