ન્યૂઝીલેન્ડની ઘરેલુ ફર્સ્ટ ક્લાસ ટૂર્નામેન્ટ પ્લેન્કેટ શીલ્ડમાં વેલિંગ્ટન પ્રોવિન્સના બેટ્સમેન ટોમ બ્લેન્ડલને ‘ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફીલ્ડ’ નિયમ હેઠળ આઉટ અપાયો. દેશની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઈતિહાસમાં બ્લેન્ડલ માત્ર બીજો બેટ્સમેન છે, જેને આ નિયમ હેઠળ આઉટ અપાયો છે. ઓટાગો વિરુદ્ધ 101 રન બનાવીને રમતા બ્લેન્ડલના બેટને સ્પર્શ કર્યા પછી બોલ સ્ટમ્પ તરફ જવા લાગ્યો હતો. પહેલા તેણે તેને પગથી રોકવાનો પ્રયાસ કર્યો, નિષ્ફળ જતાં હાથ વડે બોલ રોક્યો હતો. જેના કારણે અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો. 60 વર્ષ પહેલા જોન હાયસ આ રીતે આઉટ થનારા ન્યૂઝીલેન્ડના પ્રથમ ખેલાડી હતા.