ખરતા તારા, ઝળકતો મંગળ : ખગોળ રસિયાઓ માટે ઓક્ટોબરમાં જલસો

0
52

– મંગળ પૃથ્વીની સૌથી નજીક : હવે પછી છેક 2035માં આટલો નજીક આવશે

– 13મી ઓક્ટોબર અને 10મી નવેમ્બરે ખરતી ઉલ્કા જોવા મળશે

ખગોળ રસિયાઓ માટે ઓક્ટોબર ખાસ મહિનો સાબિત થવાનો છે. એનું કારણ છે આ મહિનામાં ખરતા તારા, એક બ્લ્યુ મૂન અને ઝળકતો લાલ રંગનો મંગળ ગ્રહ જોવા મળશે.

હાલ સમગ્ર ઓક્ટોબર મહિનામાં લાલ ચટક મંગળ ગ્રહ દ્રશ્યમાન થઇ રહ્યો છે. તેના આટલા ઝળકાય પાછળનું મુખ્ય કારણ છે કે હમણા તે પૃથ્વીથી અત્યંત નજીક છે. નાસાના જણાવ્યા અનુસાર ૬ઠ્ઠી ઓક્ટોબરે મંગળ ગ્રહ પૃથ્વીની સૌથી નજીક આવ્યો હતો. એ અગાઉ ૨૦૦૩માં મંગળ પૃથ્વીથી નીક આવ્યો હતો અને હવે છેક ૨૦૩૫માં આટલો નજીક આવશે.

જો કે એ દિવસ પણ ચૂકાઇ ગયો હોય તો વાંધો નહિ, કારણ કે ખગોળ રસિયાઓ માટે ૧૩મી ઓક્ટોબર પણ ખાસ રહેવાની છે. મંગળ પૃથ્વી અને સૂર્યની સીધી લાઇનમાં આવશે. એનો સાદો અર્થ એવો થયો કે આ સમયે તેનો ઝળકાટ સૌથી વધુ હશે. જાણે કે લાલ ચંદ્ર જ જોઇ લ્યો. ઉલ્લેખનીય છે કે પૃથ્વી અને મંગળના ભ્રમણના હિસાબે પૃથ્વી દર ૨૬ મહિને મંગળ સાથે સીધી લાઇનમાં આવે છે. આવું છેલ્લે ૨૭મી જુલાઇ, ૨૦૧૮ના રોજ થયું હતું. આથી હવે ૧૩મી ઓક્ટોબરના  રોજ પૃથ્વી મંગળ અને સૂર્યની વચ્ચે  હશે.

મંગળને  અવકાશમાં જોવાનો શ્રેષ્ઠ સમય સૂર્યાસ્ત પછી અથવા સૂર્યોદય અગાઉ છે. યાદ રહે કે જ્યારે સૂર્ય અસ્ત થાય છે ત્યારે  મંગળનો ઉદય થાય છે અને સૂર્યનો ઉદય થાય છે ત્યારે મંગળનો અસ્ત થાય છે. મંગળને જોવા માટે કોઇએ વિશેષજ્ઞા હોવાની કે વિશિષ્ટ ટેલીસ્કોપની જરૂર નથી. તેને નરી આંખે પણ જોઇ શકાય છે.

બીજા જે અવકાશી નજારા માણવા  મળશે તેનાં મુખ્યત્વે ૨૦ અને ૨૧મી ઓક્ટોબરે ખરતા તારાનો છે. એરિયોનિડ્સ નામની આ ઉલ્કા ઓરિયોન તારાના સમૂહની દિશામાંથી આવે છે. તેનો સંબંધ પ્રખ્યાત હેલી ધૂમકેતુ સાથે છે. ઉપરાંત ૧૦ અને ૧૧ નવેમ્બરે ટૌરિડ ઉલ્કાને પણ ખરતી જોઇ શકાશે. આ ઉલ્કા ટૌરસ સમૂહની દિશામાંથી આવે છે. ૧૦ અને ૧૧ નવેમ્બરે તે જોવા  સેંકડો લોકો આતુર હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here