ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરીમાં
– ડિપ્લોમામાં 5 નવેમ્બર સુધી છૂટ હતી જે વધારીને 30 નવેમ્બર થતાં કોલેજોને ફાયદો
ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરીમાં ખાનગી કોલેજોને વેકેન્ટ ક્વોટા અંતર્ગત ખાલી બેઠકો પોતાની રીતે ભરવાની છુટ હવે 30મી સુધી આપી દેવાઈ છે.અગાઉ ખાનગી કોલેજોએ પ્રવેશ સમિતિ અને સરકાર પર મુદત વધારવા દબાણ કર્યુ હતુ.જેના પગલે મુદત વધારી દેવાઈ છે પરંતુ મુદત વધવા છતાં કોલેજોને વિદ્યાર્થીઓ મળે તેમ નથી.
ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરી તેમજ સીટુડી,ડીટુડી અને ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી સહિતના વિવિધ કોર્સમાં ખાનગી કોલેજોને વેકેન્ટ ક્વોટા ભરવા મુદત વધારી 30મી સુધી કરવામા આવી છે.પ્રવેશ સમિતિએ સરકારની સૂનાચથી અગાઉ ડિપ્લોમા ઈજનેરીમાં ખાનગી કોલેજોને 5મી નવે.સુધી ખાલી બેઠકો ભરી 6ઠ્ઠીથી ફાઈલ સબમિશન કરવા માટે જાણ કરી હતી .
પરંતુ કોલેજોએ કાઉન્સિલ દ્વારા નવુ સત્ર શરૂ કરવાની મુદત એક મહિના વધારી 1 ડિસે.સુધી કરી હોવાથી નવે. સુધી મુદત વધારવાની માંગ કરી હતી અને સમિતિની સૂચનાનો વિરોધ કર્યો હતો. જેને પગલે અંતે વેકેન્ટ ક્વોટા ભરવાની મુદત 30મી સુધી વધારવી પડી છે.જો કે પહેલેથી ધો.10-12 સાયન્સમાં રેગ્યુલર અને ત્યારબાદ પુરક વિદ્યાર્થીઓનું ઓછુ રજિસ્ટ્રેશન થયુ હોવાથી બેઠકો સામે અડધાથી ઓછા વિદ્યાર્થીઓ છે ત્યારે ખાનગી કોલેજો મુદત વધ્યા બાદ પણ કંઈ ઉકાળી શકે તેમ નથી.