ખુશખબર: કોરોના રસીની ત્રીજા તબક્કાનું ટ્રાયલ અમદાવાદની સિવિલ અને સોલા હોસ્પિટલમાં ટ્રાયલ શરૂ

0
84

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાઈરસ (Corona Virus) હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાની અસરકારક વૅક્સીન (Corona Vaccine) ના મળે ત્યાં સુધી તંત્રએ તકેદારી રાખવાનો એક માત્ર ઉપાય દર્શાવ્યા છે, ત્યારે લોકો પણ કોરોનાની કારગર વૅક્સીનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે, ત્યારે કોરોના રસીની ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે.

અમદાવાદની હોસ્પિટલ્સમાં કોરોના વાયરસની રસીનું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદની સિવિલ અને સોલા હોસ્પિટલમાં કોરોના રસીનું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. તમને જણાવીએ કે ભારત દુનિયાની સૌથી સસ્તી રસી તૈયાર કરી રહ્યું છે. ભારતની 22 હોસ્પિટલમાં કોરોનાની રસીનું ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણએ અમદાવાદની હોસ્પિટલ્સમાં ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. હૈદરાબાદની ભારત બાયોટેક કંપની અને આઈસીએમઆરએ પરીક્ષણ શરૂ કર્યું છે. ગુજરાતમાં ગાંધીનગર અને અમદાવાદમાં ચાર હોસ્પિટલોમાં તેનું ટ્રાયલ શરૂ કરાયું છે. જોકે આ ટ્રાયલ પહેલા દર્દીની સંમતિ લેવામાં આવી છે. જે દર્દીઓ ખૂબ ગંભીર છે તેમની પસંદગી કરવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે, ભારતમાં 22 હોસ્પિટલોમાં 26 હજાર લોકો પર કોરોના રસીનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. 26 હજાર દર્દીઓને 28 દિવસમાં રસીના બે ડોઝ આપવામાં આવશે. અને ચારથી છ અઠવાડિયા સુધી તેના પર થનારી અસરોનો અભ્યાસ કરાશે જે આગળના તબક્કાની તૈયારીઓ માટે ખૂબ જ મહત્વનું બની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here