ગંગામાં વધી રહી છે ડોલ્ફિનની સંખ્યા, ઉછળકુદ કરીને લોકોને કરી રહી છે આકર્ષિત

0
54

બિહારના ભાગલપુરથી વહી રહેલી ગંગા નદીમાં આ ઘણા રોમાંચક દ્રશ્યો સામે આવ્યાં છે. ઉછળકુદ કરતી ડોલ્ફિન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. ગંગા નદીમાં પાણીમાં ઉછળતી અને નમસ્કાર કરતી ડોલ્ફિનને જોવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તો ખાસ વાત તો એ છે કે, ગંગામાં ડોલ્ફિનની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે.

ગંગાની ગાય કહેવામાં આવનારી ગાંગેય ડોલ્ફિન પ્રત્યે લોકોમાં રૂચી વધી રહી છે. શંકર ટોકિઝથી લઈને માનસિક સરકાર ઘાટ સુધી ડોલ્ફિનોની ઉછળકુદ સરળતાથી જોઈ શકાય છે. તો લોકો ગંગા નદીના આ વિહંગમ દ્રશ્યની સાથે સાથે ડોલ્ફિનોને મસ્તી કરતી જોઈને લોકો ફણ ખુશ ખુશ થઈ રહ્યાં છે.

90ના દાયકામાં બિહાર સરકારમાં સુલ્તાનગંજથી બટેશ્વર પહાડી સુધી ગંગા નદીના 70 કિલોમીટરના વિસ્તારમાં વિક્રમશિલા ગાંગેય ડોલ્ફિન સેંચુરીના રૂપમાં જાહેર કરવામાં આવી હતી. જ્યારે બક્સરના બટેશ્વર સુધી ગંગા નદીમાં ગાંગેય ડોલ્ફિનના વંશ વૃદ્ધિમાં ગંગામાં ઈકો ટુરિઝમની સંભાવના વધી રહી છે. ગાંગેય ડોલ્ફિનને ભારત સરકાર દ્વારા ઓક્ટોબર 2009માં રાષ્ટ્રીય જલીય જીવ જાહેર કરવામાં આવી છે. બક્સરથી બટેશ્વર સુધી ગંગા નદીમાં આશરે 500થી વધારે ડોલ્ફિન જોવા મળે છે.

પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહે ગંગા નદીમાં મળનારી ડોલ્ફિનને રાષ્ટ્રીય જલજીવ કહ્યું હતું. તો સ્વતંત્રતા દિવસ ઉપર લાલ કિલ્લા ઉપરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને સંબોધીત કરતા ડોલ્ફિન પ્રોજેક્ટને શરૂ કરવા માટે જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અમે નદી અને સમુદ્રી ડોલ્ફિન બંને ઉપર ફોકસ કરી રહી છે. આ જી વિવિધતાને મજબુત કરશે. રોજગારનો અવસર પેદા કરશે. તેનાથી પર્યટકોને આકર્ષિત કરવામાં મદદ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here