ગરબા ન યોજાતાં લોકો ડૉક્ટરો પર ભડક્યાં, ફેસબુક પર ધમકી

0
59

– સોશિયલ મીડિયામાં ડોકટરો વિરૂધ્ધ કોમેન્ટો જામી

– અમુક ડૉક્ટરોના દવાખાનાની બહાર દેખાવો કરવા ચિમકી

અમદાવાદ મેડિકલ એસોસિએશને મુખ્યમંત્રીને પત્ર લખ્યો

અમદાવાદ, તા. 10 ઓક્ટોબર, 2020, શનિવાર

કોરોનાની મહામારીને કારણે ગરબા યોજવા હિતાવહ નથી. જો ગરબાની મંજૂરી આપવામાં આવશે તો ગુજરાતમાં કોંરોનાનુ સંક્રમણ વધી શકે છે. ડોક્ટરોએ રાજ્ય સરકારને આ ભલામણ કરી હતી પરિણામે  સરકારે આ વર્ષે નવરાત્રી પર રોક લગાવી દીધી હતી જેથી લોકો હવે ડોક્ટરો પર ભડ્કયાં છે.

સોશિયલ મિડિયામાં લોકો ડોક્ટરો વિરૂધૃધ કોમેન્ટો કરીને રોષ ઠાલવી રહ્યાં છે. એટલું જ નહીં. કેટલાંક ડોક્ટરોને તો ફેસબુક પર દવાખાનાની બહાર દેખાવો કરવાની ધમકી મળી છે. ગુજરાતમાં 3જી નવેમ્બરે આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજાવવાની છે પણ શેરી ગરબાની છુટ અપાઇ નથી.

આ વાત લોકોના મનમાં એવી ઘર કરી ગઇ છેકે, સોશિયલ મિડિયામા ડોક્ટરોથી માંડીને સરકાર વિરૂધૃધ કોમેન્ટ કરીને લોકો રોષ ઠાલવી રહ્યાં છે. આ જોતાં અમદાવાદ મેડિકલ એસોસિએશને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને ડોકટરોને ચિમકી આપનારાં સામે પગલાં લેવા માંગ કરી છે. 

અમદાવાદ મેડિકલ એસોસિએશને એવી રજૂઆત કરી છેકે, ગુજરાતમાં કોરોનાથી એક લાખથી વધુ લોકો સંકમિત થયા છે. કોરોનાએ  અત્યાર સુધીમાં 3500 લોકોનો ભોગ લીધો છે. કેટલાંક ડોકટરો ય કોરોનાથી મોતને ભેટયાં છે.

હજુ ય કોરોનાથી ગુજરાત મુક્ત બની શક્યુ નથી. આ સંજોગોમાં કોરોનાથી લોકો જાગૃત થાય તે માટે એએમએ પ્રયાસ કરી રહ્યુ છે. આરોગ્ય વિભાગ-સરકારના સઘન પ્રયાસોમાં એએમએ સહયોગ આપી રહ્યુ છે જેના ભાગરૂપે જ કોરોનાને કેવી રીતે હરાવી શકાય તે માટે ભલામણ કરાય છે.

કોરોના સંક્રમણ વચ્ચે સામાજીક,રાજકીય કે ધાર્મિક મેળાવડાં યોજવા એ જોખમી બની શકે છે ત્યારે કોઇનો વિરોધ કરવાનો હેતુ નથી. નવરાત્રીને કારણે કલાકારોથી માંડી અન્ય વ્યવસાયકારોને આિર્થક નુકશાન પહોંચ્યુ છે ત્યારે સરકારે ખાસ પેકેજ પણ આપવુ જોઇએ.

શેરી ગરબાની ય છુટ ન મળતા કેટલાંક લોકો સોશિયલ મિડીયામાં ડોક્ટરો વિરૂધૃધ અપ્રચાર કરી રહ્યાં છે.એટલુ જ નહીં, ડોક્ટરોના દવાખાનાની બહાર દેખાવો કરવા ધમકી આપી રહ્યાં છે તેવી ડોક્ટરોએ ફરિયાદ કરી છે. કોરોનાના દર્દીઓ વચ્ચે ડોક્ટરો રાતદિન ફરજ બજાવી રહ્યાં છે ત્યારે ડોક્ટરો વિરૂધૃધ પ્રવૃતિ અટકાવવા સરકારે પગલાં ભરવા જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here