ગાંધીજીનો પાઘડી અને મૂછવાળો ૧૦૩ વર્ષ જૂનો ગ્રુપ ફોટો સુરતમાં સચવાયો છે

0
38

2 જાન્યુઆરી, 1916માં ગાંધી આર્ય સમાજ મંદિરનું ઉદ્ઘાટન કરવા સુરત આવ્યા ત્યારે શહેરના આગેવાનો સાથે તસ્વીર લેવાઈ હતી

આર્ય સમાજ મંદિરની સ્થાપના સમયનો 103 વર્ષ જૂનો ગાંધીજીનો દુર્લભ ફોટો આજે પણ સચવાયેલો છે.સામાન્ય રીતે ગાંધીજીનું નામ પડતા ગાંધીજીનો ધોતી વાળો ફોટોજ નજર સમક્ષ આવે છે પરંતુ આ દુર્લભ ફોટામાં ગાંધીજીના માથા પર કાંઠિયાવાડી પાઘડી છે અને ભરાવદાર મૂછ પણ છે. 


ઈ.સ.1916 માં ગાંધીજી આર્ય સમાજ મંદિરની સ્થાપના માટે પ્રથમવાર સુરત આવ્યા હતા. મંદિરના સ્થળે પહેલા ફિરંગી લોકોનું ચર્ચ હતું જે બાદમાં અંગ્રેજોએ જીતતા ફિરંગીઓ સુરત છોડીને જતા રહ્યા હતા. બાદમાં મકાન પારસી વ્યક્તિને વેચી દેવાયું હતું. તે સમયે લીમડાચોક ખાતે આર્ય સમાજની પ્રવૃત્તિ નાના મકાનમાં ચાલતી હતી . જેથી બાદમાં દામોદર ચુનીલાલ દલાલ અને તિલકચંદ તારાચંદ વૈધે બમનજી વકીલ પાસેથી રૂ. 6000 માં આ મકાન ખરીદી લીધું હતું. જોકે ચર્ચ જર્જરિત હાલતમાં હોવાથી સમારકામ કરાવવામાં આવ્યું અને ત્યાં આર્ય સમાજ મંદિર બનાવાયું હતું.

આ આર્ય સમાજ મંદિરનું ઉદ્દઘાટન કરવા તા. 2 જાન્યુઆરી 1916 ના રોજ ગાંધીજી સુરત આવ્યા હતા.એ સમયે થયેલા સમારોહમાં મોટી સંખ્યામાં શહેરભરમાંથી આર્ય સમાજના લોકો એકત્ર થયા હતાં. ત્યારે તે સમયની ગાંધીજી સહિતના આગેવાનોની 103 વર્ષ જૂનો ફોટો આજે પણ સાચવવામાં આવી છે.અને રીતે મોટેભાગે ગાંધીજી ધોતીમાં જ જોવા મળે છે ત્યારે અહીંના આ ફોટામાં તેઓ કંઈક અલગ જ રૂપમાં ઉભેલા જોવા મળે છે.

આ ફોટામાં ગાંધીજી કાઠિયાવાડી ફેંટો અને ભરાવદાર મૂછોમાં છે. એ સમયે ગાંધીજીનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું અને બાદમાં આર્ય સમાજ પદ્ધતિથી લગ્નો કરાવાનું શરૂ થયું. રોહિત શર્માએ જણાવ્યું કે , જૂનું મકાન જર્જરિત થઇ જતા તેને ઉતારી લેવાયું હતું અને ઇ.સ. 1997-98 માં હાલનું મકાન બનાવાયું છે. આ દુર્લભ ફોટો આજથી જે પણ એટલી જ માવજતથી સચવાયેલો છે.

[WP-STORY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here