ગાંધીનગરના અધિકારીએ દિલ્હીની યુવતીને જાળમાં ફસાવી: શારીરિક સબંધ બાંધી તરછોડી દીધી

0
97

ગાંધીનગરના એક અધિકારીએ દિલ્હીની યુવતીને જાળમાં ફસાવી શારીરિક સબંધ બાંધી તરછોડી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ મામલે યુવતીએ સેક્ટર-૭માં આ અધિકારી અને તેના પરિવારના બે સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે.

યુવતીની ફરિયાદ પ્રમાણે બંને મેટ્રોમોનિયલ સાઇટ મારફત સંપર્કમાં આવ્યા હતા. બંનેના સબંધ લગ્ન કરવા સુધી પહોંચ્યા હતા. પરિવારમાં પણ આ મામલે વાતચીત થઇ હતી. જોકે, ત્યારબાદ અધિકારીએ શારીરિક સબંધ બાંધી લગ્ન કરવા હોય તો ૫૦ લાખની માંગણી કરી તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ ઘટના સંદર્ભે પોલીસે અધિકારીની ધરપકડ કરી હતી. કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

જે અધિકારી સામે ગંભીર આરોપ મુકાયો છે તેનું નામ કમલ નારાયણ રાય છે. આ અધિકારી કર્મયોગી ભવનમાં આવેલ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગમાં ટેકનિકલ ઓફિસર છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે એકબીજાના સંપર્કમા આવતા વાત લગ્ન સુધી પહોંચી હતી. દરમિયાન કમલ રાયે તેને ગાંધીનગર તેડાવી હતી.

યુવતી ગાંધીનગર આવી હતી. જ્યાં તે ગાંધીનગરની હોટેલમાં ત્રણ દિવસ રોકાઇ હતી અને ત્યારબાદ સેક્ટર-૮માં પીજીમાં પણ રહેવાની સગવડ કરી આપી હતી. આ દરમિયાન અધિકારીએ તેની સાથે શારીરિક સબંધ પણ બાંધ્યો હતો. બંનેના લગ્ન મામલે પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here