ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કને લઈ મોટા સમાચાર, હવે પ્રતિ કલાક 50થી ઓછા મુલાકાતીઓના પ્રવેશ સાથે ક્યારથી ખૂલશે?

0
78

ગાંધીનગરના ઇન્દ્રોડા પ્રકૃતી ઉદ્યાન આગામી તા. 15મી ઓક્ટોબરથી મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકવામાં આવનાર છે. ઝુના પ્રાણીઓ કોરોનાની ઝપેટમાં ન આવે તે માટે ઝુ ઓથોરીટીએ ખુબ જ કડક નિયમો બનાવ્યા છે જેનું પાલન પાર્કમાં કરાવવામાં આવશે. અનલોકમાં આગામી તા.15મી ઓક્ટોબરથી થીયેટર અને મલ્ટીપ્લેક્સમાં પણ ટીકીટો વેચાતી થઇ જશે, ત્યારે સમગ્ર દેશના ઝુ કે જે લોકડાઉન વખતથી બંધ છે તેને પણ હવે ખોલી દેવામાં આવશે.

ગાંધીનગરના ચ-૦ સ્થિત ગીર ફાઉન્ડેશન સંચાલિત ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન પણ આગામી તા.15મીથી મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે. લોકડાઉન વખતથી એટલે કે, માર્ચ માસથી બંધ આ પાર્ક છ મહિના બાદ મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકવામાં આવનાર છે ત્યારે આ પાર્કની મુલાકાત લેવા આવનાર તમામ મુલાકાતીઓનું થર્મલગનથી સ્ક્રિનિંગ કરવામાં આવશે અને તેમાં જે તે મુલાકાતીનું ટેમ્પ્રેચર ઓછુ હશે તેમને જ પાર્કમાં એન્ટ્રી આપવામાં આવશે.

પ્રતિકલાક પાર્કમાં ફક્ત 50 મુલાકાતીઓને જ પ્રવેશ આપવામાં આવશે અને તેમને પણ મુલાકાત લઇને અહીંથી બહાર નીકળવા માટે કહેવામાં આવશે આ સાથે પાર્કમાં સોશ્યલ ડિસ્ટન્સીંગ, ફરજીયાત માસ્કનું કડક પાલન કરાવવામાં આવશે. આ માટે પાર્કમાં ખાસ કર્મચારી-અધિકારીને ડયુટી પણ આપવામાં આવશે. તેમના દ્વારા પણ કોવિડના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે મુલાકાતીઓ પોતાના હાથ સેનેટાઇઝ કરી શકે તે માટે ઠેર ઠેર સેનેટાઇઝરની વ્યવસ્થા રાખવામાં આવશે તેમજ હાથ ધોવા માટેના સેન્ટર પણ ઉભા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, માર્ચ માસથી મુલાકાતીઓને નહીં જોવાને કારણે પાંજરામાં બંધ સિંહ-સિંહણની જોડી સહિત દિપડા, શિયાળ,હરણ સહિતના અન્ય પ્રાણી-પક્ષીઓની વર્તણૂક બદલાઇ છે તેઓ પાંજરામાં પણ મુક્ત અનુભવ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here