ગાંધી જયંતિઃ અર્થવ્યવસ્થાને લઈ બાપુના આ પાંચ પ્રમુખ મંત્રો, જે આજે પણ ખુબ જ ઉપયોગી નીવડી શકે છે

0
90

મહાત્મા ગાંધી એવી અર્થવ્યવસ્થાના હિમાયતી હતી કે દેશનાં લોકોનું જીવન સારું કરી શકે. તે ઈકોનોમીનું એવું મોડલ ઈચ્છતા હતા કે, જેમાં ગામે ગામ ઉદ્યોગ હોય, ગરીબ અને અમીર વચ્ચેની અસમાનતા ખતમ થાય અને દરેક વ્યક્તિને પાસે રોજગાર હોય. આજે તેઓની જન્મજયંતિ પર આવો જાણીએ કે ઈકોનોમીને લઈ મહાત્મા ગાંધીના શું વિચાર હતા?

1. અર્થવ્યવસ્થાનું લક્ષ્ય

મહાત્મા ગાંધીનું મંત્ર હતું કે, જ્યારે કોઈ કામ હાથમાં લો તો એ ધ્યાન રાખો કે, તેનાથી સૌથી ગરીબ અને સમાજના સૌથી અંતિમ અને કમજોર વ્યક્તિને તેનો શું લાભ થશે? અર્થવ્યવસ્થાને લઈને પણ તેઓનો આ જ મંત્ર હતો.

2. ભૌતિક પ્રગતિ જ બધું નથી

મહાત્મા ગાંધીનું માનવું હતું કે, આર્થિક વિકાસનું લક્ષ્ય મનુષ્યને ખુશહાલ બનાવવાનું હોવું જોઈએ. તે સંપન્નતાનાં એવા આધુનિક વિચારોમાં વિશ્વાસ કરતાં ન હતા, કે જેમાં ભૌતિક વિકાસને જ સુધારાની મૂળ કસોટી માનવામાં આવે છે. તે બહુજન સુખાય-બહુજન હિતાય અને સર્વોદય એટલે કે તમામનો ઉદય એ સિદ્ધાંતોમાં વિશ્વાસ કરતા હતા.

3. અપરિગ્રહ અને સ્વરાજ

અપરિગ્રહ અને સ્વરાજ મહાત્મા ગાંધીના આર્થિક વિચારોનો પ્રમુખ આધાર હતા. અપરિગ્રહનો મતલબ છે કે, જરૂરિયાતથી વધારે વસ્તુઓ ન રાખવી અને સ્વરાજનો મતલબ છે કે, આત્મનિર્ભરતા. સ્વરાજનો મતલબ એક પ્રકારની વિકેન્દ્રીત અર્થવ્યવસ્થા છે. ગાંધીજીએ એવી અર્થવ્યવસ્થાને સારી સમજી જેમાં મજૂર કે શ્રમિક સ્વયં પોતાનો માલિક હોય.

4. સ્વદેશી પર ભાર

આઝાદી પહેલાં દેશમાં ઉદ્યોગ પર બ્રિટેનની કંપનીઓનો કબ્જો હતો. ભારતમાં કાચો માલ બનતો અને આ કાચા માલના આધારે બ્રિટેનના ઉદ્યોગમાં તૈયાર માલને ભારતનાં લોકોને ઉપયોગ માટે મજબૂર કરવામાં આવતા હતા. આ રીતે દેશના કરોડો રૂપિયા બ્રિટેન મોકલવામાં આવી રહ્યા હતા. ગાંધીજીએ તેની સામે દેશને આત્મનિર્ભર બનાવવા માટે સ્વદેશી અપનાવવા પર ભાર મુક્યો હતો.

5. કુટિર ઉદ્યોગનું મહત્વ

ગાંધીજી કહેતા હતા કે, ભારત ગામોમાં વસે છે ન કે શહેરોમાં. ગામનાં લોકો ગરીબ છે કેમ કે, તેમાં મોટાભાગના બેરોજગાર છે કે અલ્પ બેરોજગારની સ્થિતિમાં છે. તેઓને ઉત્પાદક રોજગાર આપવો પડશે જેથી દેશની સંપત્તિમાં વૃદ્ધિ થાય. તેમના વિચાર હતા કે, દેશમાં જનસંખ્યા ખુબ જ વધારે છે, પણ તેની સરખામણીમાં જમીન અને અન્ય સંસાધન સીમિત છે, એટલે કુટિર એટલે કે ગામ-ગામમાં ઉભા ખનાર અત્યંત નાના ઉદ્યોગ જ રોજગાર આપી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here