ગુગલે એન્ડ્રોઈડ સ્માર્ટફોન માટે લોન્ચ કર્યાં 6 ગજબનાં ફીચર્સ, અહીં જાણો વિગતે

0
107

ગુગલે એન્ડ્રોઈડ સ્માર્ટફોન માટે 6 નવા ફીચર્સ રોલ આઉટ કર્યા હોવાનું એલાન કર્યું છે. આ નવા ફીચર્સ એન્ડ્રોઈડના નવા વર્ઝનની સાથે જૂના વર્ઝન ઉપર પણ લોન્ચ કરવામાં આવ્યા છે. નવા એન્ડ્રોઈડ ફીચર્સને ગુગલ આસિસ્ટન્ટ, ડ્યુઓ, ફોન એપ અને બીજી એપ્સ માટે લાવવામાં આવ્યા છે.

ગુગલ આસિસ્ટન્ટ

હવે યુઝર્સ પોતાના સ્માર્ટફોન પર એપ્સને સર્ચ કરવા કે ઓપન કરવા માટે પણ તેનો ઉપયોગ કરી શકશે. તમે સીધા ‘Hey Google, check the news on Twitter’ કે ‘Hey Google, find Motivation Mix on Spotify’ બોલીને કમાન્ડ આપી શકો છો. શોર્ટકટ ક્રિએટ કરીને આ કમાન્ડને કસ્ટમાઈઝ પણ કરી શકાય છે. આ માટે ગુગલે કંપનીઓ સાથે પાર્ટનરશિપ પણ કરી છે.

ગુગલ ડ્યુઓ

ગુગલે પોતાના વીડિયો કોલિંગ એપ ડ્યુઓમાં સ્ક્રીન શેરિંગ ઓપ્શન ઈનેબલ કરી દીધો છે. એટલે કે, હવે ડ્યુઓ પર વીડિયો કોલ દરમિયાન તમે તમારા ફોનની સ્ક્રીનને શેર કરી શકો છો. આ ઉપરાંત જે લોકોને સાંભળવામાં તકલીફ કે તે સમયે જ્યારે ઓડિયો સંભળાતો નતી તેવા સમય માટે વીડિયો મેસેજમાં ઓટોમેટિક કેપ્શન પણ એડ કર્યું છે.

ફોન એપ

ગુગલે ગત મહિને જ એલાન કર્યું હતું કે, તેના ફોન એપથી સ્પેમ કોલ કરનાર પર લગામ લાગશે. ફોન કરનાર યુઝર અંગે એપમાં જણાવશે કે, કોણ ફોન કરી રહ્યું છે અને કેમ. ગુગલે એન્ડ્રોઈડ 9 અને તે બાદના વર્ઝનવાળા ડિવાઈઝમાં આ ફીચર રોલ આઉટ કર્યું છે. પણ જે લોકોની પાસે ગુગલ ફોન એપ નથી તે હવે પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકે છે.

સાઉન્ડ નોટિફિકેશન

એન્ડ્રોઈડ ફોનમાં એક નવું ફીચર સાઉન્ડ નોટિફિકેશન જાહેર કરાયું છે, જે તમારી આસપાસ થઈ રહેલ જરૂરી અને એલાર્મિંગ અવાજને એલર્ટ તરીકે મોકલે છે. કોઈ ફાયર એલાર્મ, દરવાજો ખખડાવવો, કોઈ બીપનો અવાજ, કે પાણીના અવાજ પર સાઉન્ડ નોટિફિકેશન ફ્લેશ, વાઈબ્રેટ અને પુશ નોટિફિકેશન મોકલશે. તો Wear OS પર ચાલનાર સ્માર્ટવોચ ઉપર પણ સેટઅપ કરવામાં આવી શકે છે અને તે Live Transcribe એપની સાથે ઉપલબ્ધ છે.

એક્શન બ્લોક

ગુગલની Action Blocks એપ મારફતે ઉંમર સંબંધી અને કોગ્નિટિવ ડિસેબિલિટીઝનો સામનો કરી રહેલાં લોકો નાના વાક્યો મારફતે વાતચીત કરી શકે છે. એક્શન બ્લોકને ટોબિ ડાયનાવોક્સથી હજારો કોમ્યુનિકેશન સિંબલની તસવીરોની સાથે અપડેટ કરવામાં આવ્યુંૌ છે. ગુગલે જાપાન, ફ્રેન્ચ, જર્મન અને ઈટાલિયન ભાષા માટે પણ આ એપમાં સપોર્ટ એડ કરવામાં આવ્યો છે.

ક્રોમકાસ્ટ

ગુગલ ટીવીને નવા ક્રોમક્સટ સાથે રજૂ કરવામાં આવ્યું છે. ગુગરલો પોતાની Play Movies & TVને ગુગલ ટીવીમાં રીબેન્ડ કરવા જઈ રહ્યું છે અને આ એપ હાલ અમેરિકામાં એન્ડ્રોઈડ ફોન્સ માટે ઉપલબ્ધ છે. ગુગલે મૂવી, સ્ટ્રીમિંગ એપ્સના શો માટે રિકમંડેશની સાથે UIને પણ અપડેટ કરી દીધું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here