ગુજરાતની માનસી જોશી ટાઇમ મેગેઝિનની નેક્સ્ટ જનરેશન લીડર્સની યાદીમાં ટોચ પર, બાર્બી ડોલ તૈયાર કરાઈ

0
136

ગુજરાતની માનસી જોશીને ટાઇમ મેગેઝિન દ્વારા નેક્સ્ટ જનરેશન લીડર્સની યાદીમાં ટોચનું સ્થાન આપીને તેનો ફોટો  કવરપેજ પર છાપવામાં આવ્યો છે. માનસીએ ગત વર્ષે સ્વિત્ઝર્લેન્ડમાં બીડબલ્યૂએફ પેરા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

એક અકસ્માતમાં ડાબો પગ ગુમાવ્યા બાદ પણ પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં મેળવેલ સિદ્ધિ બદલ ટાઇમ મેગેઝિને માનસીને પોતાની આગવી ઓળખ પ્રદાન કરી છે. મૂળ રાજકોટમાં જન્મેલા માનસી ગિરીશચંદ્ર જોશીએ મુંબઈમાં બેડમિન્ટનની ટ્રેનિંગ લીધી હતી. હાલ માનસી તેની સાથે થયેલા અકસ્માતને ભૂલીને તેની ગેમ પર વધારે ફોકસ કરી રહી છે.

માનસીની બાર્બી ડોલ તૈયાર કરાઈ

ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડે પર બાર્બી કંપનીએ માનસી જોશીની બાર્બી ડોલ તૈયાર કરી છે. બાર્બી ડોલ બનાવતી કંપની ઇક્વાલિટીની વિચારધારા પર વધારે ફોકસ રહીને તેની ડોલ તૈયાર કરતી હોય છે અને તે વિચારધારાને આધારિત માનસી જોશીની ડોલ બાર્બીએ બનાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here