ગુજરાતમાં કોરોના હજુ પણ ગતિશીલ નવા 1311 કેસ અને 9 મૃત્યુ

0
21

– રાજ્યભરમાં 16,485 કેસ એક્ટિવ

– અમદાવાદમાં ચાર અને સુરતમાં ત્રણ દર્દીનાં મૃત્યુ : કુલ કેસોનો આંક 1,46,673 અને કુલ મૃત્યુઆંક 3531 થયો

ગુજરાતમાં કોરોનાનો વ્યાપ ઓછો થવાની જગ્યાએ દિવસે-દિવસે સમગ્ર રાજ્ય આ વાઇરસના વમળમાં ઉંડું ગરકાવ થઇ રહ્યું છે. ગત 24 કલાકમાં રાજ્યમાં 1311 નવાં કેસ અને નવ દર્દીના મૃત્યુ થયા છે.

છેલ્લાં 24 કલાકમાં અમદાવાદમાં ચાર અને સુરતમાં ત્રણ કોરોના દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં કુલ કેસોનો આંક 1,46,673 થયો છે અને કુલ મૃત્યુઆંક 3531 થયો છે. ગુજરાતમાં અત્યારે એક્ટિવ કેસોની સંખ્યા 3531 છે.

આજે સુરતમાં 280, અમદાવાદમાં 188, રાજકોટમાં 134, વડોદરામાં 124 અને જામનગરમાં 93 કેસ નોંધાયા છે. હવે કોરોનાનો ભય માત્ર મોટાં શહેરોમાં જ નથી, નાનાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારો પણ કોરોનાના ભય હેઠળ જીવી રહ્યા છે.

ગત 24 કલાકમાં મહેસાણામાં 53, ગાંધીનગરમાં 50,  જૂનાગઢમાં 39, અમરેલીમાં 33, બનાસકાંઠામાં 33, કચ્છમાં 27, ભાવનગરમાં 27 અને પાટણમાં 25 કેસ નોંધાયા છે. આજે અમદાવાદમાં ચાર, સુરતમાં ત્રણ, મહેસાણામાં એક અને વડોદરમાં એક કોરના દર્દીનું મૃત્યુ થયું છે.

ગુજરાતમાં અત્યારે 6,11,020 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે, જે પૈકી 6,10,611 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઇન અને 490 વ્યક્તિઓ ફેસિલિટી ક્વોરન્ટાઇનમાં છે. રાજ્યભરમાં હાલ 16,485 કેસ એક્ટિવ છે, જેમાંથી 16,399 દર્દીઓ સ્ટેબલ અને 86 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આજે 1414 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા અને આ ઉમેરા સાથે કુલ ડિસ્ચાર્જનો આંક 1,26,657 થયો છે.

[WP-STORY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here