ગુજરાતમાં દિવાળી પછી શાળા ખોલવાનો નિર્ણય આત્મઘાતી, બાળકોના જાનનું જોખમ રહેશે એટલે…

    0
    8

    ગુજરાતમાં દિવાળી પછી શાળાઓ ખોલવા અંગે વિચારણા ચાલી રહી છે ત્યાં ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાંચના પૂર્વ પ્રમુખે એવો મત વ્યક્ત કર્યો છે કે, શાળાઓ ખોલવા અંગેનો નિર્ણય આત્મઘાતી સાબિત થઈ શકે છે, બાળકોના જાનનું જોખમ રહેશે એટલે ઓનલાઈન શિક્ષણ જ આપવું જોઈએ.

    આંધ્રપ્રદેશમાં શાળાઓ ખૂલી એના પાંચ જ દિવસમાં ૬૦૦ વિદ્યાર્થી, ૮૩૦ જેટલા શિક્ષકો કોરોના સંક્રમિત થયા હતા, અન્ય રાજ્યોમાં પણ આવા બનાવ બન્યા છે. એટલું જ નહિ પરંતુ જો બાળક કોરોના સંક્રમિત થાય તો હોસ્પિટલમાં માતાને સાથે રહેવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ શકે, આ સંજોગોમાં માતાને પણ કોરોનાનો ખતરો રહેલો છે.

    ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાંચના પૂર્વ પ્રમુખ ડો. ચંદ્રેશ જરદોશ અને અન્ય તબીબોનું કહેવું છે કે, જો દિવાળી પછી શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લેવાય તો બાળકો સુપર સ્પ્રેડર સાબિત થઈ શકે છે. બાળકો કોરોનાની ઝપેટમાં આવી શકે છે, કારણ કે બાળકો નિર્દોષ હોય છે, તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક સહિતની બાબતો પર ધ્યાન ન આપી શકે.

    બાળકો રિક્ષા કે વાનમાં આવે તો તેઓ પોતે કેટલું ધ્યાન રાખી શકે? માનો કે શાળાઓ શરૂ થાય અને જો કોઈ એક બાળકને કોરોના હોય તો મોટા ભાગના વિદ્યાર્થી પણ કોરોના સંક્રમિત થઈ શકે છે, આ સ્થિતિમાં માતા અને પરિવારના સભ્યોમાં પણ કોરોનાનો ખતરો રહેલો છે.

    અત્યાર સુધી યુવાનો-વડીલોને કોરોનાનો ચેપ લાગતો ત્યારે તેમને હોસ્પિટલમાં સારવાર માટે એકલા જ રાખવામાં આવે છે પરંતુ બાળકને જો કોરોના થાય તો માતાને પણ સાથે રહેવું પડે તેમ છે. આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત થવાના બનાવો બન્યા છે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here