ગુજરાતમાં પાટણના રાધનપુર અને કચ્છના રાપરમાં ભૂકંપનો હળવો આંચકો

  0
  7

  ગુજરાતમાં પાટણના રાધનપુર અને કચ્છના રાપરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. પાટણના રાધનપુરમાં 2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો જ્યારે કચ્છના રાપરમાં 1.6ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાધનપુરથી 30 કિમી દૂર અને રાપરથી 21 કિમી દૂર આવેલું છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 7 નવેમ્બરના રોજ પહેલાં મઘ્ય અને દક્ષિણ ગુજરાતમાં વડોદરા, પંચમહાલ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં કેટલાક સ્થળે બપોરે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. ભરૂચમાં 4.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

  હળવા આંચકાથી લોકો ભયભીત બની ગયા હતા અને પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોટા માલપોર હોવાનું જાણવા મળ્યું હતું.  2થી 3 સેકન્ડ સુધી ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતાં.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here