ગુજરાતમાં ભૂગર્ભ ગટરની સફાઈ માટે હવે બેન્ડીફૂટ રોબોટનો ઉપયોગ કરાશે

    0
    7

    ગુજરાતના દરેક મહાનગર અને નગરપાલિકામાં આગામી મહિનાઓમાં બેન્ડીફૂટ રોબોટનો ઉપયોગ કરવા સરકાર તૈયાર

    ભૂગર્ભ ગટરના સફાઇ કર્મીઓના અપમૃત્યુ અટકાવવા રાજ્ય સરકારે ભૂગર્ભ ગટરના મેનહોલની સફાઇ માટે બેન્ડીફૂટ રોબોટનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાને બેન્ડીકુટ રોબોટ અર્પણ કરીને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ દિશામાં પહેલ  કરી છે.

    રોબોટ દ્વારા ડ્રેનેજ મેનહોલની કામગીરીની સફળતા મળશે તો આગામી સમયમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં રાજ્ય સરકાર બેન્ડૂફૂટ રોબોટનો ઉપયોગ કરવાનું શરૂ કરશે. 

    નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે,ભૂગર્ભ ગટરના સફાઇ કર્મીઓના અપમૃત્યુ અટકે એ માટે પણ રાજ્ય સરકાર કટિબદ્ધ છે. નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાનો રાજ્યમાં ચુસ્ત અમલ થાય છે અને રાજ્યમાં કોઇપણ જગ્યાએ સફાઇ કર્મીઓ હવે ડ્રેનેજના મેનહોલમાં સફાઇ માટે ઉતરવા દેવામાં  આવતા નથી.

    હવે રાજ્ય સરકારે ટેકનોલોજીના ઉપયોગ થકી ભૂગર્ભ ગટરના મેનહોલની સફાઇ માટે બેન્ડીક્ટ રોબોટનો ઉપયોગ કરવાની શરૂઆત કરી છે.  ભૂતકાળમાં આ ગટરો સાફ કરવા માટે સફાઇ કર્મીઓને ગટરના મેનહોલમાં ઉતારીને સફાઇ કરવી પડતી હતી અને તેમાં ઉત્પન્ન થયેલ ઝેરી ગેસના કારણે અપમૃત્યુના કેસો થતા હતા.

    સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે ગટરમાં ઉતરીને સફાઇ ન કરવાનો તેનો અમલ પણ ગુજરાત સરકાર ચૂસ્તપણે સખ્તાઇથી કરી રહી છે. હવે મેનહોલની સફાઇ કરવા માટે રાજ્ય સરકરે ટેકનોલોજીના માધ્યમથી રોબોટ દ્વારા સફાઇનો નવતર આયામ હાથ ધર્યો છે. સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ્ડ રોબોટ દ્વારા આ કામગીરી થશે.

    ભારતના 11 રાજયોમાં અંદાજે 45 રોબોટ ગટર મેનહોલ સફાઈ માટે ઉપયોગમાં લેવાય છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા રોબોટનો ઉપયોગ કરવામાં આવે છે હવે ગાંધીનગર શહેર રોબોટથી ગટર મેનહોલ સફાઈ માટે ગુજરાતનું બીજુ શહેર બન્યું છે.

    બેન્ડીકુટ રોબોટમાં ચાર કેમેરા ફીટ કરેલા હોવાથી મેનહોલની અંદરથી માટી, પથ્થર, ઈટ વગેરેની સફાઈ સરળતાથી કરી શકાય છે. આ રોબોટની કિંમત રૂા. 38.00 લાખ છે. પરંતુ સાબરમતી ગેસ કંપની, અમદાવાદ દ્વારા બેન્ડીકુટ રોબોટ ગાંધીનગર શહેરના ડ્રેનેજ વિભાગને કંપનીના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટીના ફંડ હેઠળ આપવામાં આવ્યા છે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here