ગુજરાતમાં વધુ 1,221ને કોરોના કુલ કેસનો આંક 1.50 લાખને પાર

0
39

– 1.50 લાખથી વધુ કેસ હોય તેવું ગુજરાત 14મું રાજ્ય

– છેલ્લા 24 કલાકમાં 10ના મૃત્યુ : એક્ટિવ કેસ 15,958 1221 દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ વધીને 87.02%

ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ જારી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 1221 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમા ંકોરોનાના કુલ કેસનો આંક 1.50 લાખને પાર થયો છે.

કોરોનાના કુલ 1.50 લાખથી વધુ કેસ નોંધાયા હોય તેવું ગુજરાત દેશનું 14મું રાજ્ય છે. છેલ્લા 24 કલાકમાં વધુ 10 સાથે કોરોનાથી કુલ મરણાંક હવે 3560 છે. ગુજરાતમાં એક્ટિવ કેસ 16 હજારથી ઘટીને હવે 15958 છે જ્યારે 81 દર્દી વેન્ટિલેટર પર છે. 

છેલ્લા 24 કલાક દરમિયાન સુરત શહેરમાં સૌથી વધુ 171-ગ્રામ્યમાં 81 સાથે વધુ 252 નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ સુરતમાં કુલ કેસનો આંક હવે 31918 છે. અમદાવાદ શહેરમાં 163-ગ્રામ્યમાં 13 એમ 176 સાથે કોરોનાના કુલ કેસનો આંક 38,737 છે. વડોદરા શહેરમાં 78-ગ્રામ્યમાં 41 સાથે 119, રાજકોટ શહેરમાં 82-ગ્રામ્યમાં 32 સાથે 114, જામનગર શહેરમાં 69-ગ્રામ્યમાં 27 સાથે વધુ 96 નવા કેસ સામે આવ્યા હતા.

કોરોનાના કુલ કેસનો આંક હવે જામનગરમાં 7 હજારને પાર થયો છે. અન્ય જિલ્લાઓ કે જ્યાં છેલ્લા 24 કલાકમાં વધુ કેસ નોંધાયા તેમાં 37 સાથે ગાંધીનગર-જુનાગઢ, 35 સાથે મહેસાણા, 34 સાથે ભરૂચ-બનાસકાંઠા, 31 સાથે પાટણ, 25 સાથે કચ્છ, 24 સાથે સાબરકાંઠાનો સમાવેશ થાય છે. 

છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ 4, સુરતમાંથી 3, ગાંધીનગરમાંથી 2 જ્યારે રાજકોટમાંથી 1 વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થયું હતું. કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં 1845, સુરતમાં 798, વડોદરામાં 195, રાજકોટમાં 148, ગાંધીનગરમાં 82 છે. ગુજરાતમાં હાલ 5,94,031 વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 1456 દર્દીઓ સાજા થયા છે. જેમાં સુરતમાંથી સૌથી વધુ 301, અમદાવાદમાંથી 205, રાજકોટમાંથી 138, જામનગરમાંથી 106 દર્દીઓને રજા અપાઇ છે. અત્યારસુધી કુલ 1,30,897 દર્દીઓ સાજા થવાની સાથે જ રીક્વરી રેટ હવે 87.02% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 51,822 સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંર હવે 49,61,455 છે. 

કયા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ કેસ ?

જિલ્લો10 ઓક્ટો.કુલ કેસ
સુરત25239,918
અમદાવાદ17638,737
વડોદરા11913,348
રાજકોટ11410,659
જામનગર967,006
ગાંધીનગર374,097
જુનાગઢ373,134
મહેસાણા353,154
ભરૂચ342,496
બનાસકાંઠા342,351
પાટણ312,090

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here