ગુજરાતમાં વધુ 1,243ને કોરોના : કુલ કેસનો આંક 1.50 લાખની નજીક

0
25

– વધુ 9 સાથે કુલ મરણાંક 3550 : એક્ટિવ કેસ 16120

સુરતમાં સૌથી વધુ 264 કેસ : છેલ્લા 24 કલાકમાં વધુ 1,518 દર્દીઓ સાજા થયા, રીક્વરી રેટ હવે 86.76%

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૨૪૩ વ્યક્તિને કોરોના સંક્રમણમાં સપડાઇ છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૧,૪૯,૧૯૪ છે. આમ, ગુજરાત હવે ૧.૫૦ લાખથી વધુ કેસ નોંધાયા હોય તેવું દેશનું ૧૪મું રાજ્ય બનવાની નજીક છે.  ગુજરાતમાં હાલ ૧૬,૧૨૦ એક્ટિવ કેસ છે અને ૮૩ દર્દી વેન્ટિલેટર પર છે. છલ્લા ૨૪ કલાકમાં ૯ના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મરણાંક હવે ૩૫૫૦ છે. ગુજરાતમાંથી છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧,૫૧૮ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે અને સાજા થવાનો દર હવે ૮૬.૭૬% છે.

છેલ્લા ૨૪ કલાકમા ંસુરત શહેરમાં સૌથી વધુ ૧૭૩-ગ્રામ્યમાં ૯૧ સાથે વધુ ૨૬૪ કેસ નોંધાયા હતા. સુરતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૩૧૬૬૬ છે. અમદાવાદ શહેરમાં ૧૬૪-ગ્રામ્યમાં ૧૬ એમ ૧૮૦ સાથે કુલ કેસનો આંક ૩૮૫૬૧ છે. રાજકોટ શહેરમાં ૮૭-ગ્રામ્યમાં ૪૫ સાથે વધુ ૧૩૨, વડોદરા શહેરમં ૭૯-ગ્રામ્યમાં ૪૩ સાથે વધુ ૧૨૨, જામનગર શહેરમાં ૭૦-ગ્રામ્યમાં ૨૫ સાથે વધુ ૯૫ નવા કેસ સામે આવ્યા હતા. આ સિવાય બનાસકાંઠામાં ૩૯, મહેસાણામાં ૩૮, જુનાગઢમાં ૩૭, ગાંધીનગરમાં ૩૪, કચ્છમાં ૨૯ જ્યારે ભાવનગરમાં ૧૮ નવા કેસ નોંધાયા છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૧૦૦થી વધુ છે. બોટાદ-તાપી-અરવલ્લી-દેવભૂમિ દ્વારકા-છોટા ઉદેપુર-પોરબંદર અને ડાંગ જ એવા જિલ્લાઓ છે જ્યાં કોરોનાના કુલ કેસ ૧ હજારથી ઓછા છે.

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ-સુરતમાંથી સૌથી વધુ ૩ જ્યારે બનાસકાંઠા-રાજકોટ-સુરેન્દ્રનગરમાંથી ૧-૧ વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થયું છે. કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં ૧૮૪૧, સુરતમાં ૭૯૫, વડોદરામાં ૧૯૫, રાજકોટમાં ૧૪૭ જ્યારે ગાંધીનગરમાં ૮૦ છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાંથી સૌથી વધુ ૨૯૧, અમદાવાદમાંથી  ૨૧૬, વડોદરામાંથી ૧૧૪, રાજકોટમાં૧૧૨ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. ગુજરાતમાં અત્યારસુધી કુલ ૧,૨૯,૪૪૧ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. હાલ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ૫,૯૬,૬૬૪ વ્યક્તિઓ  ક્વોરેન્ટાઇન હેઠળ છે. ગુજરાતમાં કોરોનાના કુલ ટેસ્ટનો આંક ૧.૫૦ લાખની નજીક છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૧,૬૬૨ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે જ કુલ ટેસ્ટનો આંક હવે ૪૯,૧૦,૧૬૭ છે.

છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના કયા જિલ્લામાં કોરોનાના વધુ કેસ?

જિલ્લો       ૯ ઓક્ટો.       એક્ટિવ કેસ

સુરત          ૨૬૪            ૨,૪૪૭

અમદાવાદ     ૧૮૦           ૩,૫૭૫

રાજકોટ        ૧૩૨           ૧,૨૩૨

વડોદરા        ૧૨૨           ૨,૧૪૦

જામનગર      ૯૫              ૩૬૧

બનાસકાંઠા     ૩૯                ૬૩

મહેસાણા        ૩૮              ૮૫૫

જુનાગઢ        ૩૭               ૩૪૨

ગાંધીનગર      ૩૪              ૭૨૫

કચ્છ            ૨૯              ૬૩૨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here