ગુજરાતમાં હાલ સ્કૂલો ન ખોલવા સરકાર મક્કમ : નવે.માં ખુલી શકે

0
24

– કેન્દ્ર સરકારની 15મીથી સ્કૂલો ખોલવા મંજૂરી પરંતુ

– કેટલાક વાલીઓ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ધો.12 સાયન્સ માટે રેગ્યુલર કલાસરૂમ શિક્ષણની તરફેણમાં

કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલય દ્વારા 15મીથી દેશમાં એસઓપી સાથે સ્કૂલો-કોલેજો ખોલવા મંજૂરી આપવામા આવી છે અને કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયે પણ મંજૂરી આપી દીધી છે ત્યારે ગુજરાતમાં 15મીથી સ્કૂલો નહી ખુલે.સરકાર હાલની સ્થિતિમાં સ્કૂલો ન ખોલવા મક્કમ છે.

દેશમાં 15મીથી સ્કૂલો,કોચિંગ ક્લાસીસો-શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાની મંજૂરી આપવા સાથે કેન્દ્ર સરકારે વિગતવાર એસઓપી જાહેર કરી છે.જે મુજબ કડક પાલન કરવાનું ંરહેશે.કેન્દ્ર સરકારે છુટ આપી દીધી છે પરંતુ ગુજરાત સરકાર હજુ પણ સ્કૂલો ખોલવા મક્કમ છે. 15મી ઓક્ટોબરથી ગુજરાતમાં સ્કૂલો-કોલેજો નહી ખોલવામા આવે.

ધો.10-12માં બોર્ડ પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ સ્કૂલો બંધ હોવાથી બગડી રહ્યુ છે અને તમામ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ મળી શકતુ નથી ત્યારે ધો.12 સાયન્સમાં સોશિયલ ડિસ્ટન્સિગ સાથે સ્કૂલો ખોલી દેવાની તરફેણમાં કેટલાક વાલીઓ છે.ઉપરાંત કોચિંગ ક્લાસીસો પણ ખોલવા જોઈએ તેવી માંગ ઉઠી છે.

સ્કૂલોમાં  પ્રાથમિકના  અને ધો.9-11ના વર્ગો  બંધ છે ત્યારે તમામ વર્ગો વાપરવા મળતા એક -એક કલાસમાં ધો.10-12ના થોડા થોડા વિદ્યાર્થી સાથે મહત્વના વિષયો વિદ્યાર્થીઓનેે ભણાવી શકાય. જો કે કોરોનાને લઈને સરકાર જોખમ લેવા માંગતી ન હોઈ 15મી ઓક્ટોબરથી ધો.10-12 માટે પણ સ્કૂલો નહી ખુલે.

ગુજરાતમાં દિવાળી બાદ જ નવેમ્બરના મધ્યમાં સ્કૂલો ખોલવામા આવે તેવી પુરી શક્યતા છે.મહત્વનું છે કે આમ તો સરકારનો દાવો છે કે ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીએ કોરોના સંક્રમણ ઘણો કાબુમાં છે અને ગુજરાતની સ્થિતિ ઘણી સારી છે પરંતુ સરકાર હાલ કોઈ જોખમ લેવા માંગતી નથી.

[WP-STORY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here