ગુજરાતી દંપતિએ અમેરિકામાં પાંચ લાખ ડોલરનું મની લોન્ડરિંગ કર્યું

0
40

– બહુચર્ચિત કોલ સેન્ટર કૌભાંડ

– ભારત સ્થિત ફોન કૌભાંડીઓ વતી દક્ષિણ કેરોલિનાના મેહુલ પટેલ અને ચૈતાલી દવેએ બનાવટી ઓળખ ઊભી કરી અમેરિકનોના ડોલર ખંખેર્યા હતા

ભારત સ્થિત ફોન કૌભાંડીઓ વતી આશરે પાંચ લાખ ડોલરનું મની લોન્ડરિંગ કર્યું હોવાનું ગુજરાતી મૂળના પતિ-પત્નીએે કબુલ્યું હતું, એમ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે કહ્યું હતું.

યુએસ એટર્ની બિયુંગ જે બી જે પાકે કહ્યું હતું કે ટેક સપોર્ટ અથવા તો ફડરલ  એજન્ટ બનીને કોલ સેન્ટરમાંથી ભોગ બનેલાઓને રોકડ મેલ પેકેજ કરવા સુચના આપવામાં આવતી હતી. સાઉથ કેરોલિનાના 36 વર્ષનો મેહુલ કુમાર મનુ ભાઇ પટેલ અને 36 વર્ષની ચૈતાલી દવે બનાવટી ઓળખ ઊભી કરી આ રકમ ઉપાડી લેતા હતા.

‘વિદેશસ્થિત કૌભાંડમાં મદદ કરનારાઓ સામે કાનુની કાર્યવાહી કરવા અને તેમની સામે તપાસ કરવા અમારી પ્રતિબધ્ધતાનો આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. ચૈતાલી દવે અને મેહુલ પટેલ ભારત સ્થિત કોલ સેન્ટરોના અપરાધીઓને મદદ કરતા અને અમારા દેશના પૈસા લૂટી લેતા હતા’એમ પાકે કહ્યું હતું.  પટેલ અને દવેએ  અનુક્રમે પહેલી સપ્ટેમ્બરે  અને છટ્ટી ઓકટોબરે  યુએસ ડિસ્ટ્રિકટ જજ એમી ટોટેનબર્ગ સમક્ષ પોતાના ગુનાની કબુલાત કરી હતી.

ભારત સ્થિત કોલ સેન્ટરો અમેરિકાના નાગરિકોને  સોશિયલ સીક્યોરિટી અથવા ટેક સપોર્ટના નામે  તેમજ  ફેડરલ એજન્ટ બનીને ધમકાવીને  તેમને છેતરતા હતા. તેમના સોશિયલ સીક્યોરિટા કૌભાંડના ભાગરૂપે ફેડરલ એજન્ટ બનીને ભારતસ્થિત કોલ સેન્ટરમાંથી અમેરિકન નાગરિકોને એમ માનવા મજબુર કરતા હતા કે તમારા સોશિયલ સીક્યોરિટા નંબરનો ઉપયોગ ગુનાખોરી કરવામાં થાય છે.

કોલ કરનાર પીડિતને  એવી ધમકી આપતા હતા કે જો તમે રકમ નહી ભરો તો તમારી ધરપકડ કરાશે અથવા તો તમારી સંપતિને જપ્ત કરી લેવામાં આવશે.કોલ કરનાર ભોગ બનેલાઓને ફ્રોડ નેટવર્કના સભ્યોના અનય નંબરો દ્વારા એ રકમ લઇ લેતા હતા. પટેલ અને દવેએ મે 2019થી જાન્યુઆરી 2020 વચ્ચે પાંચ લાખ ડોલરનુ ંમની લોન્ડરિંગ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here