ગુજરાતી મૂળના અબજોપતિ ભાઇઓને બ્રિટનની રાણીના જન્મદિવસ પર મળ્યું ખાસ સમ્માન

  0
  113

  બ્રિટિશ મહારાણી એલિઝાબેથ દ્વિતીયના 94મા જન્મદિવસ પર સમ્માનિત થનારાઓમાં ગુજરાતી મૂળના અબજોપતિ ભાઇઓ મોહસીન અને ઝુબેર છે. તદઉપરાંત ઓક્સફર્ડ યુનિવર્સિટીના એક પ્રોફેસર અને 70 વર્ષના એક ફંડ રેજર જેમણે સ્કીપિંગ શિખના નામથી ઓળખાય છે તેમનું પણ નામ સામેલ છે.

  આજે સમ્માન મેળવનારાઓની વિવિધતાવાળા સમ્માન યાદી જાહેર કરાઇ. ગુજરાતી મૂળના અબજોપતિ ભાઇઓ મોહસીન અને ઝુબેર ઇસા બ્રિટનની વોલમાર્ટ સુપરમાર્કેટ ચેઇન ASDAને ખરીદતા ચર્ચામાં આવ્યા હતા. તેમને વ્યવસાય, દાન અને સેવા માટે કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (સીબીઇ)થી સમ્માનિત કરાયા છે. આ સિવાય કેટલાંય ભારતીય મૂળના લોકોને પણ મહારાણીના જન્મદિવસ પર સમ્માનિત કરાયા છે.

  1970મા ઇસા પરિવાર ગુજરાતમાંથી બ્રિટન સ્થળાંતરીત થયો હતો. ઈસા બ્રધર્સ તરી કે ઓળખાતા બંને ભાઇઓએ ઇજી ગૃપ બિઝનેસ હેઠળ પેટ્રોલ સ્ટેશનની ચેઇન યુરો ગેરેજ શરૂ કરી હતી. હાલમાં તેમનો પરિવાર બ્લેકબર્નમાં રહે છે.

  બંને ભાઇઓ ઉપરાંત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પારિસ્થિતિકી તંત્ર વિજ્ઞાનના પ્રોફેસર યદવિંદર સિંહ માલીને પણ આ સમ્માન મળ્યું છે. માલીને પારિસ્થિતિકી તંત્ર વિજ્ઞાનમાં ઉત્કૃષ્ટ સેવા માટે સીબીઈ સમ્માન મળ્યું છે. તેમણે આ વર્ષની શરૂઆતમાં લંડનમાં પ્રાકૃતિક ઇતિહાસ સંગ્રહાલયના ટ્રસ્ટી તરીકે નિમણૂક કર્યા હતા.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here