ગુજરાતી મૂળના કાશ પટેલ યુએસ ડિફેન્સ સેક્રેટરીના ચીફ ઓફ સ્ટાફ નિયુક્ત થયા

  0
  6

  ગુજરાત મૂળના ભારતીય અમેરિકન કાશ(કશ્યપ) પટેલ યુએસ ડિફેન્સ સેક્રેટરીના ચીફ ઓફ સ્ટાફ નિયુક્ત કરાયા છે તેમ પેન્ટાગોને જાહેરાત કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે ડિફેન્સ સેક્રેટરી માર્ક એસ્પરને હાંકી કાઢયા બાદ નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટર ડિરેક્ટર ક્રિસ મિલરને કાર્યકારી ડિફેન્સ સેક્રેટરી બનાવાયા છે. પેન્ટાગોને જણાવ્યું હતું કે ક્રિસ મિલરે નવી ભૂમિકાની કામગીરી સંભાળી લીધી છે. કાશ પટેલ હાલમાં નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ સ્ટાફમાં છે અને પોતાના ચીફ ઓફ સ્ટાફ તરીકે ક્રિસ મિલરે તેમના નામની પસંદગી કરી હતી તેમ પેન્ટાગોને જણાવ્યું હતું.

  કાશ પટેલ જેન સ્ટુઅર્ટનું સ્થાન લેશે. કશ્યપ પ્રમોદ પટેલ કે જે કાશ પટેલ તરીકે જાણીતા છે તેમણે અગાઉ સિલેક્ટ કમિટીમાં કાઉન્ટર ટેરરિઝમ માટેના સિનિયર કાઉન્સેલર તરીકે કામગીરી બજાવી છે. જૂન ૨૦૧૯માં કાશ પટેલને વ્હાઇટ હાઉસમાં નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના કાઉન્ટર ટેરરિઝમ ડિરેક્ટોરેટના સિનિયર ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

  કાશ પટેલ ૧૯૭૦માં કેનેડાથી અમેરિકા મૂવ થયા હતા

  ન્યૂયોર્કમાં જન્મેલા કાશ પટેલ ગુજરાતમાં મૂળ ધરાવે છે. જો કે તેમના માતા તાન્ઝાનિયાના અને પિતા યુગાન્ડાના છે. તેઓ ૧૯૭૦માં કેનેડાથી અમેરિકા આવ્યાં હતાં. ૭૦ના દાયકાના અંતમાં ન્યૂયોર્કના ક્વીન્સમાં મૂવ થયાં હતાં જેને ઘણીવાર લિટલ ઈન્ડિયા પણ કહેવામાં આવે છે. ન્યૂયોર્કમાં સ્કૂલિંગ અને ર્વિજનિયાના રિચમન્ડમાં કોલેજ પૂર્ણ કર્યા બાદ કાશ પટેલ ફ્લોરિડા મૂવ થયા હતા અને ત્યાં સ્ટેટ પબ્લિક તથા ફેડરલ પબ્લિક ડિફેન્ડર તરીકે કામગીરી સંભાળી હતી.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here