ગુડલક / આ 5 વસ્તુઓ ગિફ્ટમાં મળવી કે કોઈને આપવાથી સુખ-શાંતિ અને આવકમાં થાય છે વૃદ્ધિ, વધે છે ગુડલક

0
93

કોઈને ગિફ્ટ આપવી કે કોઈનાથી ગિફ્ટ મળવી ખૂબ જ સામાન્ય વાત છે. પરંતુ જો તમને કોઈ ખાસ પ્રકારની ગિફ્ટ મળે અથવા તો તમે કોઈને અમુક ગિફ્ટ આપો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી ગિફ્ટ આપવા કે મળવાથી વ્યક્તિનું દુર્ભાગ્ય ખતમ થઈ જાય છે અને ગુડલકમાં વૃદ્ધિ થાય છે. જાણો એવી ખાસ વસ્તુઓ વિશે.

  • આ વસ્તુઓ ગિફ્ટમાં મળવી શુભ માનવામાં આવે છે
  • આ વસ્તુઓથી વધે છે ગુડલક
  • કોઈને આવી ગિફ્ટ આપવી પણ શુભ છે

ગણેશજીની તસવીર

ભગવાન શ્રીગણેશજીની કોઈ તસવીક કે મૂર્તિ ભેટમાં આપવી અથવા ભેટમાં મળવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ભેટ મળવાથી પરિવારમાં સુખ શાંતિ જળવાય છે. 

માટીમાંથી બનેલી કોઈ વસ્તુ

વાસ્તુશાસ્ત્ર મુજબ જો તમે કોઈ માટીમાંથી બનેવું શો-પીસ ગિફ્ટમાં આપો છો અથવા તમને આવી કોઈ ગિફ્ટ મળે તો તે ખૂબ જ શુભ સંકેત છે. તેનાથી તમને અટકેલાં પૈસા મળવા લાગે છે અને આવકમાં પણ વધારો થાય છે. 

હાથીની પ્રતિમા

કોઈ શુભ પ્રસંગે હાથી અથવા હાથીની  જોડી આપવી અથવા ભેટમાં મળવી ખૂબ જ શુભ છે. તમે ચાંદી, સોનુ, પીત્તળ અથવા લાકડાના હાથી આપી શકો છો. 

ચાંદીની કોઈ વસ્તુ

શાસ્ત્રોમાં ચાંદી આપવી અથવા ચાંદીની કોઈ ભેટ મળવી મંગલમયી માનવામાં આવે છે. જ્યારે સોનુ ભેટમાં આપવું ન જોઈએ. ચાંદીનો સિક્કો અથવા કોઈ વસ્તુ મળવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. 

સાત ઘોડા

સાત સફેદ ઘોડાની જોડી ફેંગશૂઈમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. સાત સફેદ ઘોડાની તસવીર, પેન્ટિંગ કે શો પીસ ગિફ્ટમાં મળવું અથવા કોઈને આપવું ગુડલક વધારે છે અને આવકમાં વધારો થાય છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here