ગુણવત્તાયુક્ત કેમેરા અને પ્રાઇવસીના આ ખાસ ફિચર્સ ગેલેક્સી A51 અને A71ને બનાવે છે ખાસ

  0
  81

  Impact Feature : હવેના સમયમાં મોબાઇલમાં પ્રાઇવસી જળવાઇ તે ખાસ જરૂરી છે. ત્યારે કસ્ટમર્સની પ્રાઇવસી માટે સેમસંગે સંખ્યાબંધ રિસર્ચ બાદ ગેલેક્સી A51 અને ગેલેક્સી A71 મોબાઇલ માર્કેટમાં મુક્યો છે. આ મોબાઇલમાં ક્વિક સ્વીચ ફિચર ખાસ છે જેનાથી તમે સહેલાઇથી મોબાઇલને પબ્લીક મોડમાંથી પ્રાઇવેટ મોડમાં મુકી શકો છો. અને જ્યારે મોબાઇલ આ મોડમાં હોય ત્યારબાદ કોઇ તમારા વોટ્સઅપ, ગેલેરી કે વેબ બ્રાઇઝરમાં ડોકીયું કરી શકતું નથી.

  આપણે આપણા સ્માર્ટફોનનો ઉપયોગ વિવિધ કાર્યો માટે કરતા હોઇએ છીએ. જેમ કે મેમરીઝને યાદગાર બનાવવા, ગેમ્સ રમવા માટે, OTT પ્લેટફોર્મ પર કન્ટેન્ટ જોવા માટે અને વીડિયો કોલ માટે પણ. સેમસંગ ગેલેક્સી A51 અને તેના મોટા ભાઈ, ગેલેક્સી A71 સાથે તમારી આ બધી જરૂરીયાતો સહેલાઇથી પુરી થશે. આ બંને મોબાઇલમાં અવેસમ સ્ક્રિન, અવેસમ કેમેરા અને લોંગ લાસ્ટીંગ બેટરી આપવામાં આવેલી છે.

  Q1 નામની રીસર્ચ ફર્મે 2020માં કરેલા સર્વે પ્રમાણે ગેલેક્સી A51એ વિશ્વમાં સૌથી વધુ વેચાતો એન્ડ્રોઇડ સ્માર્ટફોન છે. અને તેનાથી સારી વાત એ છે કે આ સ્માર્ટફોન તમને Alt Z લાઇફનો આનંદ માણી શકો છો કે જ્યાં તમારી ખાનગી ક્ષણો ખાનગી જ રહે છે.

  ધ Alt Z લાઇફ : પ્રાઇવસી પહેલા

  આજના સમયમાં, લોકોને તેમના સ્માર્ટફોનમાં અનેક પ્રાઇવસીને લગતા પ્રશ્નો હોય છે. જેને ધ્યાને રાખીને સેમસંગે ગેલેક્સી A51 અને A71 મોબાઇલ બનાવ્યો છે જેથી પ્રાયવસીની ચિંતા બાજુ પર મુકીને લોકો જીવનનો આનંદ માણી શકે. હવે તમારા ભાઇ બહેન કે પછી સહકર્મી જ્યારે તમારો મોબાઇલ જોવા માંગશે ત્યારે આ મોબાઇલના ખાસ ફિચર્સ ક્વિક સ્વીચ અને કન્ટેન્ટ સજેશન્સના કારણે તમે ખચકાટ વગર તેમના હાથમાં મોબાઇલ સોંપી શકશો.

  ક્વિક સ્વીચ તેમના નામ પ્રમાણે મોબાઇલને ઝડપથી પબ્લિક મોડમાંથી પ્રાઇવેટ મોડમાં શિફ્ટ કરે છે. ફક્ત પાવર બટન પર ડબલ ક્લિક કરવાથી આ જાદુ શક્ય બને છે. આ મોડ તમને ત્યારે કામ આવે છે જ્યારે તમે ઓફીસમાં કોઇ પ્રેઝન્ટેશન બનાવી રહ્યા હો કે પછી ઘરના સભ્યોને ઓફીસ ટુરના ફોટોઝ બતાવી રહ્યા હો. આ સ્થિતિમાં ક્વિક સ્વીચ લાઇફ સેવર સાબીત થાય છે.

  ઇન્ટેલીજન્ટ કન્ટેન્ટ સજેશન્સ એ ઓન ડિવાઇસ AI પાવર્ડ સોલ્યુશન્સ છે. અહીં તે તમને સજેસ્ટ કરશે કે આ ફોટોઝ પ્રાઇવેટ ગેલેરીમાં શિફ્ટ કરવા જેવો છે. અહીં તમારે ફક્ત ચહેરા કે ફોટોઝને પસંદ કરવાનો છે જેને તમે પ્રાઇવેટ રાખવા માંગો છો બસ પછી બાકીનું કામ AI એટલે કે આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સી કરશે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here